જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય વાવટો : ૧૩ બેઠક સાથે બહુમતી

0

જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠક તેમજ જૂનાગઢ જીલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયતોની યોજાયેલી ચૂંટણીનું આજરોજ પરિણામ જાહેર થઈ રહયુંં છે. આજે જૂનાગઢનાં બહાઉદીન કોલેજ ખાતે મતગણતરી સેન્ટર તેમજ વિવિધ તાલુકાનાં મતગણતરી બેઠકો ઉપર મતગણતરી કાર્ય ચાલી રહયું છે. એક પછી એક વિવિધ બેઠકોના પરિણામો જાહેર થઈ રહયા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકો પૈકી ૬ બિલખાની બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે. ૯ ડુંગરપુરની બેઠક ભાજપને તેમજ ૧૬ મજેવડીની બેઠક અપક્ષને અને ૩૦ વડાલની બેઠક ભાજપને ફાળે ગઈ છે. આમ જાેઈએ તો ૯ ડુંગરપુર તેમજ ૩૦ વડાલની બેઠક ઉપર ભાજપનાં ઉમેદવારનો વિજય થયો છે. જયારે આજે ૧૧-૧પ કલાક સુધીમાં બહાર આવેલા પરિણામમાં જૂનાગઢ તાલુકા પંચાયતની બગડુની બેઠક ઉપર બીજેપીનાં ઉમેદવાર વિજેતા બન્યા છે. જયારે જૂનાગઢ તાલુકા પંચાયતની બંધાળા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર વિજેતા બન્યા છે. જયારે ડુંગરપુરની બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર, ચોરવાડીની બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર અને બિલખાની બેઠક ઉપર આપના ઉમેદવાર વિજેતા બન્યા છે. દરમ્યાન વંથલી તાલુકા પંચાયતની બાલોટ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર વિજેતા થયા છે અને ભેંસાણ તાલુકા પંચાયતની ભેંસાણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયાં છે.
આ ઉપરાંત વંથલી તાલુકા પંચાયતની કણઝા બેઠક ઉપર કોંગ્રેસના કમલેશભાઈ જાગાણી વિજેતા થયાં છે. માણાવદર તાલુકા પંચાયતની નાકરા તેમજ મટીયાણાની બેઠકમાં કોંગ્રેસ તેમજ મટીયાણાની જીલ્લા પંચાયતની બેઠકમાં અરવીંદભાઈ લાડાણી વિજેતા બન્યા છે. જયારે સમેગા તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. જૂનાગઢ જીલ્લા પંચાયતની કુલ ૬ બેઠકમાં હાલ ભાજપનાં ઉમેદવાર, ૪ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને ૧ બેઠક અન્યને ફાળે ગઈ છે. જયારે મેંદરડા જીલ્લા પંચાયતની બેઠકમાં હરેશભાઈ ઠુંમ્મર વિજેતા બન્યા છે. જયારે માણાવદર તાલુકા પંચાયતમાં ભાજપને પાંચ- કોંગ્રેસને પાંચ અને અન્યને એક મળી કુલ ૧૧ બેઠકનું પરિણામ જાહેર થયું
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!