ચોરવાડ ખાતેથી ટ્રેકટર અને ટ્રોલીની થયેલ ચોરી

0

ચોરવાડનાં અકબરભાઈ કરમાલીભાઈ નાયાણી ખોજા ઈસ્માઈલી (ઉ.વ.૪ર)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીની માલીકીનું બ્લુકલરનું ન્યુ હોલેન્ડ કંપનીનું ટ્રેકટર જેની આશરે કિંમત રૂા.૩ લાખ તથા ન્યુ ચામુંડા ડબલ ફાલકાની ચાર વ્હીલવાળી ટ્રોલી આશરે કિંમત રૂા.૧ લાખ સહિત આશરે કુલ રૂા.૪ લાખ વાળા ટ્રોલી સહીતનાં ટ્રેકટરની ચોરવાડ ખાણીયા વિસ્તારમાં આવેલ નુરમહમદભાઈ પટણીની પથ્થરની ખાણમાંથી કોઈએ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews