વર્ષોથી માંગરોળ તાલુકા પંચાયતમાં દબદબો ધરાવતી કોંગ્રેસને આ વખતે પછડાટ મળી છે. તાલુકા પંચાયતની ૨૦ પૈકી ૧૧ બેઠકો ઉપર કમળ ખીલ્યું છે જયારે કોંગ્રેસને ૬ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે અને અપક્ષના ભાગે ૩ બેઠક આવી છે. ૧૯૯૫ બાદ ચૂંટણીમાં ભાજપને પ્રથમ વખત પૂર્ણ બહુમતી મળી છે. અનેક બેઠકો ઉપર ધુરંધરોના ગણિત અવળા પડ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ જ ચર્ચામાં રહેલી બેઠકોમાં શીલ બેઠક ઉપર પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી તથા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રામજીભાઈ ચુડાસમાએ અપક્ષ દાવેદારી નોંધાવી હતી. તેમણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે મોટી લીડથી જીત મેળવી છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલા પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જેઠાભાઈ ચુડાસમાના પત્ની મુરીબેન શેરીયાજ-૨ બેઠક ઉપર ૧૩૭૬ મતોથી વિજય થયા છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના ધુરંધર મનાતા કાનાભાઈ રામને ઝરીયાવાડાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પાંચાભાઈ કરશનભાઈ ડાકી (૨૨૪૦) સામે હારનો સામનો કરવો પડ્યો છે. અન્ય બેઠકોમાં ભાજપના ખાતામાં બગસરા ઘેડ, ચંદવાણા, ચાખવા, દિવરાણા, ગોરેજ, લોએજ, મક્તુપુર, મેખડી તથા શેરીયાજ-૧ બેઠકો આવી છે. જ્યારે ઢેલાણા, કાલેજ, માંગરોળ ઓ.જી., મીતી, નાંદરખી, ઓસા ઘેડ કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે આંત્રોલી અને હુસેનાબાદમાં અપક્ષોએ મેદાન માર્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews