જૂનાગઢમાં પરશુરામ ફાઉન્ડેશનનાં ઉપક્રમે રવિવારે મહિલા સન્મારોહનું આયોજન

0

જૂનાગઢમાં શ્રી પરશુરામ ફાઉન્ડેશન દ્વારા તા. ૮-૩-ર૦ર૧ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જૂનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં વસવાટ કરતા સર્વે જ્ઞતિના પ્રતિભાવંત મહિલાઓ કે જેમણે વિશિષ્ટ સિધ્ધી મેળવી હોય તેવા નારી રત્નોના સન્માનનું આયોજન કરવામાં આવેલ છે. આ સન્માન સમારોહ રવિવારે તા. ૭-૦૩-ર૦ર૧ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓડીટોરીયમ, જૂનાગઢ ખાતે યોજાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ મહિલા મોર્ચાનાના પ્રદેશ અધ્યક્ષ ડો. જયોતિબેન પંડયા, વાપીના મહિલા ઉદ્યોગપતિ ઉર્વીબેન ભરતભાઈ ટાંક રહેશે. આ કાર્યક્રમમાં જયશ્રીબેન રંગોલીયા, ભાનુબેન પટેલ, હીરાબેન વાસણ, કિંજલબેન ઝાલા, રેણુંકાબેન શુકલ, નાગબાઈ મહિલા મંડળ, સુરભીબેન ચાવડા, રશ્મીબેન અરજણભાઈ અને નયનાબેન વઘાસીયાનું સન્માન કરાશે. આ તકે વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શ્રી પરશુરામ ફાઉન્ડેશન, જૂનાગઢનાં ચેરમેન શૈલેષભાઈ દવે, વાઈસ ચેરમેન કે.ડી.પંડયા અને સેક્રેટરી મહેશભાઈ જાેષીની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews