માંગરોળ : બાઈક ચાલકો થેલો ઝુંટવી ફરાર, ફરિયાદ

0

માંગરોળના હાર્દસમા વિસ્તારમાં દુકાનનું શટર બંધ કરી રહેલા સોની વેપારીના થેલામાં મોટો દલ્લો હોવાની લાલચે મોટર સાયકલમાં સવાર બે શખ્સો હાથમાંથી થેલો ઝૂંટવી નાસી છુટ્યા હતા. જાે કે, થેલામાં કોઈ કિંમતી ઘરેણાં કે રોકડ ન હોય વેપારીનું મોટું નુકશાન ટળ્યુ હતું. પોલીસમાંથી મળતી વિગતો મુજબ શહેરના કાપડ બજારમાં ચત્રભુજ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઈ જાેગીયા રાત્રીના દુકાન બંધ કરતા હતા તે સમયે લીમડાચોક તરફથી એક મોટર સાયકલમાં મોઢા ઉપર કાળા માસ્ક પહેરી આવી રહેલા બે શખ્સો તેનો થેલો ઝૂંટવી નાસી ગયા હતા. આ બાઈક ગાયચોગાન તરફ વળી ગયું હતું. વેપારીએ બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી માણસો એકઠા થઈ ગયા હતા. પોલીસને પણ બોલાવાઈ હતી. જાે કે, થેલામાં પાણીની બોટલ, ચશ્મા, તિજાેરીની અલગ અલગ ચાવીઓ જ હતી. કિંમતી ઘરેણાં કે રોકડ ન હોય, વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવ અંગે વેપારીએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews