થલી ગામે મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં શીલ પોલીસને સફળતા

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પ્રતાપસિંગ પવાર તેમજ જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટી તેમજ માંગરોળના નાયબ પોલીસ અધિક્ષક જે.બી.પુરોહીત, સર્કલ પોલીસ ઈન્સપેકટર એન.આઈ.રાઠોડનાં માર્ગદર્શન હેઠળ શીલ પોલીસ સ્ટેશનનાં થલી ગામ ખાતે આવેલા દાડમબાપાના મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલવા કામગીરી કરવામાં આવી રહી હતી. શીલ પોલીસ સ્ટેશનનં પીએસઆઈ આર.પી.ચુડાસમાને એવી બાતમી મળેલી હતી કે મહેશ ઉર્ફે મયલો ભીખાભાઈ વાઢેર જાતે કોળી રહે. ભાડસીમરોલીવાળાએ મંદિરમાં ચોરી કરી હોવાની શંકાને બાતમી મળતા એએસઆઈ યુ.એમ.વેગડા તથા પોલીસ કોન્સ્ટેબલ ખીમજીભાઈ લખમણભાઈને સાથે રાખી તપાસ કરી ભાટરોલી ગામેથી આરોપીને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રૂા.૭૦૬૦ તેમજ ૧ મોટર સાયકલ તેમજ મોબાઈલ કબજે કરેલ છે. આ શખ્સની વધુ પુછપરછ કરતાં ચારેક માસ પહેલા કેશોદ તાલુકાનાં શીલોદર ગામે આવેલ આઈ.યુ.માતાજીનાં મંદિરમાં ચોરીનાં બનાવને અંજામ આપ્યાની વિગતો ખુલી
હતી. જેથી સંબંધીત વિભાગને તેની જાણ કરવામાં આવી છે. મંદિરનાં ચોરીના ભેદને ઉકેલવામાં પીએસઆઈ આર.પી.ચુડાસમા, એએસઆઈ ઉમેશચંદ્ર વેગડા અને સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews