જૂનાગઢ : હદપાર ભંગનો ગુનો કરનારને ઝડપી લેવા પોલીસની ઝૂંબેશ, એક શખ્સની ધરપકડ કરાઈ

0

જૂનાગઢ શહેર તથા તાલુકાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આશરે એક ડઝન શખ્સોને તાજેતરમાં જૂનાગઢના એસડીએમ અંકિત પન્નુ દ્વારા હદપાર કરવામાં આવેલ છે. ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આ શખ્સોને જૂનાગઢ શહેર તથા જિલ્લા તેમજ આજુબાજુના પાડોશી જિલ્લામાંથી જુદા જુદા સમય માટે તડીપાર કરવામાં આવેલ છે તેમને મંજૂરી વગર જૂનાગઢ જિલ્લા તથા શહેરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા આવા તડીપાર, હદપાર થયેલા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને અવારનવાર ચેક કરી, મળી આવે તો તાત્કાલિક કાર્યવાહી કરી હદપાર ભંગના કેસો કરવા સુચના આપવામાં આવેલ છે. હદપાર/તડીપાર થયેલા શખ્સોને ચેક કરવાની ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, એએસઆઇ. એમ.ડી.માડમ અને સ્ટાફના વનરાજસિંહ, પ્રવીણભાઇ, સુભાષભાઈ, અનકભાઈ, સંજયભાઇ સહિતની સંયુક્ત ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા તથા શહેરમાંથી પાંચ માસ માટે હદપાર થયેલ જુસબ ઉર્ફે કારિયો તૈયબભાઈ વિશળ (ગામેતી ઉવ.૧૯ રહે.જૂનાગઢ દોલતપરા રામદેપરા વાળો) મળી આવતા રાઉન્ડ અપ કરવામાં આવેલ હતો. પકડાયેલ આરોપી જુસબ ઉર્ફે કારિયો તૈયબ ભાઈ વિશળ જૂનાગઢ જિલ્લાની શહેર તથા ગ્રામ્ય વિસ્તારની હદમાંથી પાંચ માસ માટે તડીપાર કરવામાં આવેલ હોવા છતાં, હુકમનું ઉલ્લંઘન કરી જૂનાગઢ જિલ્લામાં જ મળી આવતા આરોપી વિરૂદ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અનકભાઈ ભીખુભાઇ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની હદપાર ભંગનો ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!