જૂનાગઢ ખાતે એમ્બ્યુલન્સ અને શબવાહિનીનું પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું

0

જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે એમ્બ્યુલન્સ અને શબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, શાસકપક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, પુર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ, પુર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, કમિશ્નર તુષાર સુમેરા તેમજ કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહયાં હતાં. રૂા.૩૦.પ૦ લાખની કિંમતની એમ્બ્યુલન્સ તેમજ રૂા.૧૪.રર લાખની કિંમતની શબવાહિનીનું લોકાર્પણ કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews