બોર્ડની પરિક્ષાના જિલ્લા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની તાલીમ અંગે જૂનાગઢમાં બેઠક યોજાઈ

0

જૂનાગઢની નોબલ હાઈસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયનાં અધ્યક્ષસ્થાને એસએસસી અને એચએસસી પરિક્ષાના જિલ્લાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની તાલીમ અંગે બેઠક યોજાઈ હતી જેમાં મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રના કોઓર્ડીનેટર મનિષાબેન હિંગરાજીયાએ કન્ટ્રોલ રૂમનું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ બેઠકમાં ૭૦ જેટલા આચાર્યો, કેન્દ્ર નિયામકો ઉપસ્થિત રહ્યા હતા અને બોર્ડની પરિક્ષા પૂર્ણ થાય ત્યારે મુલ્યાંકન કેન્દ્રો ઉપર ડબલ મૂલ્યાંકન કાર્ય થાય, કઈ રીતે કામગીરી કરવી તે અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ તેની ગંભીરતા જાેઈ વધારે મૂલ્યાંકન કેન્દ્રો ખોલવામાં આવશે. માઈક્રો પ્લાનીંગ કરી પ્રેઝન્ટેશન બતાવી બોર્ડની સુચના, માર્ગદર્શન મુજબ ગત વર્ષે કોરોનાકાળમાં આર.એસ.ઉપાધ્યાય રાજકોટનાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે રાજકોટમાં ૭ર મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કર્યા હતા અને તેમની વહીવટી કોઠાસૂજથી ભૂતકાળમાં કયારેય ન થઈ હોય તેવી સુંદર વ્યવસ્થાનું આયોજન હાથ ધરાયું છે. કોઈપણ શિક્ષકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને જરૂરીયાત મુજબ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની વ્યવસ્થા સરકારની ગાઈડલાઈનનું પાલન કરી ઉભી કરાશે. આર.એસ.ઉપાધ્યાયનો અનુભવ અને વહીવટી કોઠાસુઝને લઈ આવર્ષે સુચારૂ આયોજન કરી ૧૯ કેન્દ્રો માંગ્યા છે તેની સામે ૩પ કેન્દ્રોની વ્યવસ્થા કરી છે. આ કેન્દ્રો ઉપર પેપર ચકાસણી દરમ્યાન નિરીક્ષકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કાળજી લેવામાં આવી રહી છે. આ બેઠકમાં નોબલ સ્કુલનાં સંચાલક કે.ડી. પંડયા, આચાર્ય રેખાબેન ઓડેદરા, જયશ્રીબેન રંગોલીયા સહિત ૭૦ જેટલા આચાર્યો, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના રણવીરસિંહ પરમાર, મુકેશભાઈ મહેતા, એલ.વી. કરમટા વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!