પોરબંદર સિંચાઇ વિભાગની કાર્યપાલક ઇજનેરની કચેરીનું વેરાવળ ખાતે સ્થળાંતર

0

પોરબંદર સ્થિત કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગની કચેરીનું રાજેન્દ્રભુવન રોડ, ચોપાટી પાસે, વેરાવળ ખાતે સ્થાળાંતર કરવામાં આવ્યુ છે. અને આ કચેરીનું નવું નામાભિધાન કાર્યપાલક ઇજનેરની કચેરી ગીર સોમનાથ સિંચાઇ વિભાગ-વેરાવળ કરવામાં આવ્યુ છે. હવેથી આ કચેરી કાર્યપાલક ઇજનેરની કચેરી, ગીર સોમનાથ સિંચાઇ વિભાગ, રાજેન્દ્રભુવન રોડ, ચોપાટી પાસે, કલેક્ટરશ્રીના બંગલા પાછળ સંપૂર્ણપણે કાર્યરત થયેલ છે. આથી આ કચેરીને લગત સઘળો પત્ર વ્યવહાર વેરાવળના ઉકત સરનામા ઉપર મોકલવા કાર્યપાલ ઇજનેર ગીર સોમનાથ સિંચાઇ વિભાગ વેરાવળની યાદીમાં જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews