દોઢ મહિનામાં ર૦૯૯ જેટલા ફરાર આરોપીઓને શોધી કાઢતી ગુજરાત પોલીસ

0

ગુજરાત રાજયમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા રાજયનાં પોલસ વડા આશીષ ભાટીયા દ્વારા અપાયેલ સુચના મુજબ તમામ રાજયનાં જિલ્લા, શહેરમાં તા. ૧૦-૧- ર૦ર૧થી ર૮-ર-ર૦ર૧ સુધી સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેનું સુપરવિઝન રાજયની સીઆઈડી (ક્રાઈમ) દ્વારા કરાયું હતું. સ્પેશ્યલ ડ્રાઈવ દરમ્યાન ખુન, ખુનની કોશિષ, ખંડણી, લૂંટ, શરીર સંબંધી ગંભીર ગુનાઓ, ઘરફોડ ચોરી, ભય, આંતક ફેલાવવા સહિતના વિવિધ ગુનામાં સંડોવાયેલા ર૦૯૯ ફરાર શખ્સોને અમદાવાદ, દાહોદ, સુરત ગાંધીધામ, પાટણ, આણંદ સહિતના શહેરોમાંથી ઝડપી લેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ફરાર આરોપીઓને ઝડપી લેવા ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં ૧૪૯ આરોપીઓને ઝડપી લેવાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews