ગુજરાત સરકારનાં વિકાસલક્ષી બજેટને જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીએ આવકાર્યું

0

કોરોનાનાં સમય દરમ્યાન ગુજરાત રાજયનાં નાયબ મુખ્યમંત્રી તથા નાણાંમંત્રી નિતિનભાઈ પટેલે પ્રથમ વખત ડીઝીટલ બજેટ(પેપરલેસ બજેટ) વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલ હતું. ગુજરાત સરકારનાં વિકાસલક્ષી બજેટને રજૂ કરવા બદલ ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ મહાનગરમાં અધ્યક્ષ પુનિત શર્મા, મહામંત્રી સંજય મણવર, ભરત શીંગાળા, શૈલેષ દવેએ અભિનંદન પાઠવી બજેટને આવકારેલ છે. ગુજરાત સરકારનું વર્ષ ર૦ર૦-ર૦ર૧નું બજેટ ખેડૂતલક્ષી, ગરીબલક્ષી, યુવા વર્ગને પ્રોત્સાહનરૂપી તેમજ શ્રમજીવી માટે કલ્યાણકારી અને સમાજનાં તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરનારૂ છે. આ બજેટનાં કારણે રોજગારીની તકોમાં વધારો થશે તેમજ વિકાસ કામોમાં અનેક ગણો વધારો થશે. બજેટનાં કારણે ગુજરાત રાજયનાં વિકાસમાં ગતી આવશે અને ગુજરાત રાજય દેશનું ગ્રોથ એન્જીન બની રહેશે તેમ જણાવી અધ્યક્ષ પુનિત શર્મા, મહામંત્રી સંજય મણવર, ભરત શીંગાળા, શૈલેષ દવેએ અભિનંદન પાઠવી બજેટને આવકારેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!