કોરોનાના સમય દરમ્યાન ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કર્યુ હતું. જેને કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ, અને વોટરવેઝ અને કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ આવકારેલ છે. દેશના નાના બંદરો દ્વારા થતા માલવાહનનો ૭૦ ટકા હિસ્સો ગુજરાતના નાના બંદરો ધરાવે છે. ગુજરાત રાજયના દરિયાઇ વેપારને વધુ બંદરોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પીપીપી ધોરણે આશરે રૂા.૪૮૦૦ કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરોનો વિકાસ કરવામાં આવશે. દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે રૂા.૧૨૦૦ કરોડના ખર્ચે બીજી જેટી વિકસાવવાનું આયોજન કરેલ છે.
નવલખી બંદર ખાતે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી રૂા.૧૯૨ કરોડના ખર્ચે નવી જેટી બનાવવાનું આયોજન કરેલ છે. સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે શીપ બ્રેકિંગ પ્રવૃતિ પૂર્નઃ ચાલંુ કરવા માટે આશરે રૂા.૨૫ કરોડના ખર્ચે આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. ગુજરાતમાં મેરીટાઇમ ટ્રાફિકમાં અનેકગણો વધારો થયેલ છે. મેરીટાઇમ ક્ષેત્રે હવે આંતરરાષ્ટ્રીય સેવાઓ જેમ કે મેડીએશન અને આર્બીટ્રેશન, શીપ લીઝીંગ અને લીગલ સર્વિસીસ વિકસાવવાની જરૂરિયાત છે. જે માટે ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા ગિફટ સીટી ખાતે ઇન્ટરનેશનલ મેડીએશન અને આર્બીટ્રેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ગુજરાતના ઐતિહાસીક બજેટમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવેલ છે જે આવકારદાયક છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews