JEEની ૧૫-૧૮ માર્ચે અને ૨૭-૩૦ એપ્રિલે દ્વિતીય પરીક્ષા યોજાશે

0

જેઈઈ મેઈનની પરીક્ષા આ વર્ષે બેને બદલે ચાર વખત લેવામાં આવનાર છે ત્યારે ફેબુ્રઆરીની પરીક્ષા પૂર્ણ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બીજી, ત્રીજી અને ચોથી પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. ઉપરાંત વિદ્યાર્થીઓને ભરાયેલી પરીક્ષા ફોર્મ પાછા ખેંચવા અને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ભરવા માટે ફરી એક તક આપવામાં આવી છે. જેઈઈ મેઈનની પ્રથમવારની પરીક્ષા ૨૨થી૨૮ ફેબુ્રઆરી દરમ્યાન પૂર્ણ થઈ ચુકી છે. હવે બીજીવારની પરીક્ષા ૧૫થી૧૮ માર્ચ સુધી લેવાશે.
ત્રીજીવારની પરીક્ષા ૨૭થી૩૦ એપ્રિલ સુધી લેવાશે. ત્યારબાદ ૨૪થી૨૮મે સુધી ચોથીવારની પરીક્ષા લેવાશે. અગાઉ જેઈઈ મેઈન પરીક્ષા માત્ર એક જ વાર એપ્રિલમાં લેવાતી હતી અને ત્યારબાદ બે-ત્રણ વર્ષથી વર્ષમાં બે વાર જાન્યુઆરી અને એપ્રિલમાં લેવાય છે. આ વર્ષે કેન્દ્ર સરકારે વર્ષમાં ચાર વાર લેવાનું નક્કી કર્યુ છે. ચાર સેશનમાં લેવાતી આ પરીક્ષામાં પ્રથમ સેશનની પરીક્ષા પૂર્ણ થઈ ચુકી છે ત્યારે હવે માર્ચ સેશનની પરીક્ષા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ચુક્યુ છે અને ફોર્મ સાથે ફી ૬ઠ્ઠી સુધી ભરી શકાશે. ત્રીજા અને ચોથા તબક્કાની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર થશે.
નેશનલ ટેસ્ટિંગ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાઈ છે કે માર્ચ અને એપ્રિલમાં સેશનમાં લેવાનારી જેઈઈ મેઈન પરીક્ષા માત્ર ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે જ લેવાશે. આ પરીક્ષા માત્ર પેપર-૧ની જ હશે. જ્યારે મેમાં લેવાનારી પરીક્ષા પેપર ૧ અને પેપર -૨ એમ બંને માટે લેવાશે. જેથી બી. આર્કિટેકચર અને બી. પ્લાનિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે પેપર-૨ની પરીક્ષા હવે સીધી મેમાં લેવાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!