ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ફોર્મ ભરવાની મુદ્દત તા.૨૨ માર્ચ સુધી લંબાવાઈ, લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે

0

ધોરણ-૧૨ સાયન્સમાં ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત ૨ માર્ચના રોજ પુર્ણ થઇ છે. હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૨ માર્ચ સુધી લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ લેઈટ ફી સાથેના ફોર્મ ઓનલાઈન સ્વિકારવામાં આવશે નહીં. જેથી આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં જવું પડશે. તેની સાથે ૧૨ માર્ચ સુધી રૂા. ૩૦૦ લેઈટ ફી રહેશે અને ત્યાર બાદ ૨૨ માર્ચ સુધી રૂા. ૩૫૦ લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારવામાં આવશે. ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ ૨૦ ફેબ્રુઆરી હતી. જાેકે, વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે ૨ માર્ચ સુધી ફોર્મ સ્વિકારવાની જાહેરાત કરી હતી. આ મુદ્દત હવે પુર્ણ થતાં બોર્ડ દ્વારા લેઈટ ફી સાથે આવેદનપત્રો સ્વિકારવાની જાહેરાત કરી છે. ૨ માર્ચ બાદ કોઈ પણ વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ૨૨ માર્ચ સુધીમાં દસ્તાવેજાે સાથે બોર્ડની કચેરીએ વિજ્ઞાન પ્રવાહ શાખાનો રૂબરૂમાં સંપર્ક કરવાનો રહેશે. જેમાં વેબસાઈટ ઉપર મુકવામાં આવેલા ધોરણ-૧૨ સાયન્સના નિયત નમુનાનું ફોર્મ ભરી આચાર્યની સહી સિક્કા સાથે લાવવાનું રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!