દિવની ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૬ વન-ડે ટુર્નામેન્ટ સિલેકશન નેટનું આયોજન

0

સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અખબારી યાદી જણાવે છે કે, સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૬ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ર૦ર૦-ર૧ માટેની દિવ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન, દિવની ટીમ પસંદ કરવા માટેની સિલેકશન નેટસનું આયોજન તા.૭ માર્ચ, ર૦ર૧ રવિવારનાં રોજ સવારે ૯ઃ૦૦ કલાકે પદમ વિભુષણ ક્રિકેટ સ્ટેડિયમ, દિવ ખાતે રાખવામાં આવેલ છે. જે ખેલાડીની ૧-૯-ર૦૦૪ પછી જન્મેલા હોય તેવા ખેલાડીઓ આ સિલેકશન નેટસ્‌માં ભાગ લઈ શકશે, ખેલાડીઓએ પોતાની જન્મતારીખનું અસલી પ્રમાણપત્ર તથા છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ સાથે લઈને તેમજ પોતાની કીટ અને સફેદ ડ્રેસમાં આવવાનું રહેશે. ખેલાડીએ પોતાનો આરટી-પીસીઆર-આરએપીઆઈડી ટેસ્ટ કરાવી રીપોર્ટ સાથે લાવવાનો રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!