મેંદરડાના વ્યકિત સાથે ૧.૩૦ કરોડની છેતરપીંડી કરનાર નાઈજીરીયન શખ્સને જૂનાગઢ રેન્જ સાયબર સેલે દિલ્હીથી ઝડપી લીધો છે. દરમ્યાન તેના એકાઉન્ટ સીઝ કરી ૧૯ લાખની રકમ રીકવર કરવામાં આવી છે. આ અંગે રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના રીડર પીઆઈ કે.કે.ઝાલાએ જણાવ્યું હતું કે, મેંદરડાના જીવરાજભાઈ ભોવાનભાઈ પાનસુરીયા સાથે એક શખ્સે ૧.૩૦ કરોડની છેતરીપીંડી કરતા આ મામલે ફરીયાદ નોંધાઈ હતી. બાદમાં રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચનાથી રેન્જ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ટેકનીકલ સોર્સથી તપાસ કરતા આરોપી મુળ નાઈજીરીયાનો પ્રિન્સ યુકુવ હેઝેકીયા ઉર્ફે જયોર્જ માર્ટિન ઉર્ફે ઈમન્યુલ યુુકુવ હેઝેકીયા હોવાનું અને હાલ દિલ્હી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેની દિલ્હીથી અટક કરી જૂનાગઢ લાવી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે. આરોપી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી, ચેટ કરી, વોટસએપ તેમજ વોઈસ કોલથી વાત કરી જવેલરી એકિઝબીશનમાં ભાગ લેવા, ફેમીલી ટ્રસ્ટની હોસ્પિટલ શરૂ કરવા, એનજીઓને મદદ કરવા, વિદેશી કરન્સી, સોનાના દાગીના, લેપટોપ, મોબાઈલ મોકલવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરતો હતો. દરમ્યાન આરોપીના બેંક એકાઉન્ટ સીઝ કરી ૧૯ લાખની રકમ રિકવર કરાઈ છે. જયારે ૪ થી પ નાઈજીરીયન સભ્યોની ગેંગ હોય તેને શોધી કાઢવા પોલીસે તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews