પ્રાકૃતિક ખેતીને આધારે ઉત્પાદન થયેલા ફળો અને શાકભાજીનું સીધું વેંચાણ કરી શકાશે

0

દેશમાં પ્રાકૃતિક ખેતીને આધારે ઉત્પાદન થયેલા ફળો અને શાકભાજીનું સીધું વેંચાણ કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ રોજગારી અર્થે નાણાંકીય જાેગવાઈ રાજય સરકાર દ્વારા કરાઈ છે. ગ્રામ્ય કક્ષાએ રોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મ, બકરા એકમની સ્થાપના માટે રૂા. ૮૧ કરોડ, ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાના માટે રૂા. ૪૩ કરોડ, ગૌશાળા કે પાંજરાપોળ માટે સુધારણા, વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂા. રપ કરોડ, ૧૦ હજાર માછીમારોને હાઈસ્પીડ ડીઝલ ઓઈલ ઉપર વેટ માફી યોજનાનો લાભ આપવા માટે રૂા. ૧પ૦ કરોડ, ર૬ સબ રજીસ્ટ્રાર કચેરીઓને મોડલ કચેરી બનાવવા માટે ૮ કરોડ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂા. ૭ર૩ર કરોડ તેમજ અમદાવાદ-વડોદરા, સુરત અને રાજકોટમાં શહેરી વિસ્તારોમાં ઓર્ગેનીક એગ્રીકલ્ચર માર્કેટ બનાવવા માટે રૂા. ર૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!