પવિત્ર યાત્રાધામ અને દેવનગરી દ્વારકા ખાતે બહારથી પધારેલા ય જમાન પરિવાર દ્વારા રામકથાનું ભવ્ય આયોજન યાત્રિક નિવાસ ખાતે થયેલ છે. જેમાં વ્યાસપીઠ ઉપરથી ગુજરાતના પ્રસિધ્ધ કથાકાર પૂ.કનકેશ્વરી દેવીજી કથાનું રસપાન કરાવી રહયા છે. પૂ.કનકેશ્વરી દેવીજીનો જન્મદિવસ હોવાથી તેમણે દ્વારકામાં છેલ્લા છ દાયકાથી પૂ.પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત રામનામનો અખંડ ધૂણો ધખાવતી રામધૂન (અખંડ હરીનામ સંકિર્તન મંદિર)ની મુલાકાત લીધેલ અને સંકિર્તન મંદિરમાં ચાલતી અખંડ રામધૂનમાં એક કલાક સુધી ભાવિકો સાથે રામ નામની જપમાળા કરેલ હતી. આ પ્રસંગે સંકિર્તન મંદિરના ટ્રસ્ટી ગણે પ્રસિધ્ધ રામાયણી પૂ.કનકેશ્વરી દેવીજીનું સાલ તથા ઉપરણા ઓઢાડીને ભવ્યાતિભવ્ય સ્વાગત કરેલ હતું. આ તકે સંકિર્તન મંદિરમાં વર્ષોપર્યંત ચાલતી રામનામની આહલેકને પૂ.દેવીએ બિરદાવી હતી. ત્યારબાદ પૂ.કનકેશ્વરી દેવીજીના જન્મદિવસના પાવન અવસરે ગઈકાલે ભગવાન દ્વારકાધીશના જગતમંદિરના ઉન્નત શિખર ઉપર નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાઈ ગયેલ હતો. આ પ્રસંગે ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્તના હોદેદારોએ પૂ.કનકેશ્વરી દેવીનું દ્વારકાધીશનું ઉપરણું તથા શાલ ઓઢાડીને સન્માન કરેલ હતું. નોંધનીય બાબત એ છે કે, દ્વારકાભૂમિ સાથેના પૂ.કનકેશ્વરી દેવીના વર્ષો જુના સંસ્મરણોને તાજા કરીને ભારે ભાવવિભોર બની ગયા હતા અને ધન્યતા અનુભવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews