પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા વિરમગામ-રાજકોટ રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ કરાયું

0

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા વિરમગામ-રાજકોટ રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું. તેમને વિરમગામ ખાતે રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે નિરીક્ષણ દરમ્યાન આ ખંડમાં આવતા રેલ્વે ક્રોસીંગ, ઈલેકટ્રોનિક ઈન્ટરલોકીંગ સિસ્ટમ, ટ્રેક રોટેશન જેવા ટેનિકલ પાસાઓ તેમજ લખતર, સુરેન્દ્રનગર અને રાજકોટ સ્ટેશન ઉપર યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમ્યાન તેમની સાથે રેલ્વે મુખ્યાલયથી આવેલા વિવિધ વિભાગોના વડા, રાજકોટ ડિવીઝનના ડીઆરેમે પરમેશ્વર ફૂંકવાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews