જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલા સંત શિરોમણી જલારામબાપાનું મંદિરધામ ભકતજનો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. જલારામ ભકિતધામના મેનેજીંગ ટ્રસ્ટી પ્રોફેસર પી.બી.ઉનડકટ અને તેમની ટીમ દ્વારા ભકતજનો દ્વારા અવાર-નવાર ધાર્મિક કાર્યક્રમો સેવાકીય પ્રવૃતિ યોજવામાં આવે છે. મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ગત વર્ષે ખુબજ ધામધુમ પૂર્વક ઉજવાયો હતો. અને આ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થઈ રહયું છે. ત્યારે ૬ઠી માર્ચ શનિવારનાં રોજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.
જલારામ ભકિતધામના આંગણામાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.
ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિરમાં ગત વર્ષે ભારે ધામધુમથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સ્વ ઉજવાયો હતો. તેનો પ્રથમ પાટોત્સવ
તા.૬-૩-ર૦ર૧ને શનિવારે ઉજવાશે. સવારની મંગલા આરતી, ધ્વજારોહણ, હોમાત્મક હનુમાાન ચાલીસા યજ્ઞ, બપોરના રાજભોગ આરતી, અન્નકુટ દર્શન, મહિલા સત્સંગ, સંધ્યા આરતી, સુંદરકાંડના પાઠ, સત્કાર સમારંભ જેવા ભાતીગળ આયોજનથી આખો દિવસ ધર્મસભર બની
રહેશે.
જલારામ બાપાના મંદિરમાં અખંડ જયોત પ્રકાશિત રહે તે માટેનું પ્રથમ દિપ પ્રાગ્ટય મોરબીથી પધારનારા સંત જમનાદાસબાપા હિરાણીના વરદ હસ્તે થશે. ખાસ નોંધ ઉલ્લેખ એ છે કે સાંપ્રત સમયને અનુરૂપ થવા ભોજનપ્રસાદ આખો દિવસ અને રાતના નવ વાગ્યા સુધી ટૂકડે ટૂકડે ચાલતો રહેશે જેથી ભકતજનો તેમના અનુકુળ સમયે પ્રસાદ લઈ શકશે તેમ પ્રોફેસર પી.બી.ઉનડકટની યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews