જૂનાગઢ જિલ્લા પોલીસના જવાનો અને કલેક્ટર કચેરીના સ્ટાફે કોરોના વેક્સીનનો બીજા ડોઝ લીધો

0

જૂનાગઢ જિલ્લાના પોલીસના જવાનો અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આજે કલેક્ટર કચેરીના સભા ખાતે કોરોના વેક્સીનનો બીજાે ડોઝ લીધો હતો. આ વેક્સીનેશન દરમ્યાન કોઇને પણ આડઅસર થઇ ન હતી. એક મહિના પહેલા જૂનાગઢ જિલ્લા રેન્જના આઇજીપી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ જવાનો અને કલેક્ટર કચેરીના સ્ટાફે કોરોનાની વેક્સીન લીધી હતી. ત્યારે આજે બીજા ડોઝની તારીખ હોવાથી પોલીસ જવાનો અને કલેક્ટર કચેરીના સ્ટાફે કોરોના વેક્સીનનો બીજાે ડોઝ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews