ખોરાકની શોધમાં દર -દર ભટકવાનાં સિંહોના દિવસો પુરા સરકારી જંગલમાં જ વનરાજને મારણ મળે તેવી યોજના

0

જંગલનાં રાજા સિંહ, વનરાજ, કે સાવજ સહિતના નામોથી જેને આપણે ઓળખીયે છીએ અને આ વનરાજને નિહાળવા માટે દુર-દુરથી ટુરીસ્ટો આવે છે અને આ ટુરીસ્ટોને આકર્ષવા માટે સફારી પાર્ક સહિતની સુવિધાઓ વસાવવામાં આવી છે અને લાયન શો કરવામાં આવે છે. પ્રવાસીઓને સાચવવા અને તેને સુવિધા પુરી પાડવા માટે સરકાર પ્રયત્નશીલ છે. તો બીજી તરફ ખોરાકના અભાવે જંગલનો રાજા વનરાજ દર દરની ઠોકરો ખાઈ અને જયાં ત્યાં ભટકતો હોય શહેરી વિસ્તારમાં પણ અવાર-નવાર દેખા દેતો હોય એવા આ વનરાજની હાલત અત્યંત કથળતી જતી હોય આખરે સરકારે એક મહત્વની યોજના જાહેર કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ર૦ર૧-રરના બજેટમાં અંદાજીત રૂા.૧૧ કરોડની નાણાંની ફાળવણી કરી સિંહને હવે જંગલમાં ખોરાક મળી જાય તેવું આયોજન કરેલ છે.
ગુજરાત સરકારના આગામી નાણાંકીય વર્ષ ર૦ર૧-રરના બજેટમાં જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને પોરબંદર જીલ્લામાં જંગલ, ઉદ્યોગ અને પ્રવાસનને લગતા પ્રોજેકટોને લઈ રાજય સરકારે બજેટમાં જાેગવાઈ કરી છે. રાજયમાં જંગલોના વિકાસ અને સંવર્ધન માટે ર૮૬ કરોડની ફાળવાયા છે. તો રેવન્યુ વિસ્તારમાં સામાજીક વનીકરણ માટે પણ ર૧૯ કરોડની જાેગવાઈ કરાઈ છે. એશિયાઈ સિંહોના નિવાસસ્થાન ગિર નેશનલ પાર્ક અને અભ્યારણ્ય, બૃહદગિરમાં ગણાતા જૂનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદના મહેસુલી, વીડીમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારના લાયન પ્રોજેકટના પ્રથમ વર્ષ માટે ૧૧ કરોડની જાેગવાઈ કરાઈ છે. ગિર નેશનલ પાર્ક, અભ્યારણ્ય અને બૃહદ ગિર વિસ્તારોમાં સિંહોનો ખોરાક ગણાતા સાંભરની સંખ્યા વધે એ માટે સાંભર બ્રિડીંગ સેન્ટર બનાવવા માટે ૧૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. અમરેલીમાં દીપડાથી થતું નુકશાન અટકાવવા દીપડાનું મેગા રેસ્કયુ સેન્ટર બનાવવા ૭ કરોડ ફાળવાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!