કોરોના કાળનાં ૭ મહિનામાં સોનું ૧૦ ગ્રામે ૧૧૫૦૦ રૂપિયા સસ્તુ થયું, હવે ભાવ સ્થિર રહેવાની સંભાવના

0

સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. પરિણામે સોનું ૭ મહિનામાં લગભગ ૧૧૫૦૦ રૂપિયા સસ્તુ થયું છે. ઓગષ્ટમાં સોનું ૫૬,૨૦૦ રૂપિયા/૧૦ ગ્રામે પહોંચ્યું હતું, જે ૨ માર્ચે ૪૪,૭૬૦ રૂપિયા ઉપર આવી ગયું છે. ૨૦૨૧ સોના માટે અત્યાર સુધી સારૂ રહ્યું નથી. ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનું ૫૫૪૦ રૂપિયાથી વધુ તૂટ્યું છે. ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનું ૫૫૪૦ રૂપિયાથી વધુ સસ્તુ થયું છે. ૧ જાન્યુઆરીએ સોનું ૫૦૩૦૦ રૂપિયા ઉપર હતું જે હવે ૪૪૭૬૦ રૂપિયા ઉપર છે. એટલે કે માત્ર ૨ મહિનામાં જ સોનાની કિંમત ૧૧ ટકા ઘટી છે. જાે ચાંદીની વાત કરવામાં આવે તો તે લગભગ ૧૧૦૦ રૂપિયા મોંઘી થઈ છે.
૧ જાન્યુઆરીએ ચાંદી ૬૬૯૫૦ રૂપિયા ઉપર હતી, જે હવે ૬૭૦૭૩ ઉપર છે. ઈન્ટરનેશનલ બજારમાં સોનું ૧૭૧૯ અમેરિકન ડોલર પ્રતિ ઔંસ થયું. વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ ઉપર સોનું ૧૭૩૩ ડોલર પ્રતિ ઐંસ ઉપર છે. હાલ સોનું ૧૭૫૦ ડોલર પ્રતિ ઐંસના સ્તરથી નીચે આવી ગયું છે.
ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવાની પણ અસર
નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રજૂ કરેલા બજેટમાં સોના અને ચાંદી ઉપરની આયાતમાં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદીની આયાત કિંમતમાં ૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ સોના અને ચાંદી ઉપર ૧૨.૫ ટકા આયાત આપવાની હોય છે. ૫ ટકાના ઘટાડા પછી માત્ર ૭.૫ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી આપવી પડશે. તેનાથી સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જાેવા મળી.
હવે સોનાના ભાવમાં વધુ તેજીની શકયતા નથી
અર્થશાસ્ત્રી ડો.ગણેશ કાવડિયા(સ્કૂલ ઓફ ઈકોનોમિકસ, દેવી અહિલ્યા વિવિ ઈન્દોરના પૂર્વ વિભાગાધ્યક્ષ)ના જણાવ્યા અનુસાર રોકાણકાર હમેશા વધુ અને સુરક્ષિત નફો માંગે છે અને આ નફો તેમને સ્ટોક માર્કેટ, એફડી, બોન્ડ કે સોનામાં પૈસા લગાવવાથી મળે છે. સ્થિતિ જ્યારે સામાન્ય થાય છે તો નફો સ્ટોક માર્કેટ, બોન્ડ વગેરેમાંથી મળે છે. જાેકે જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની સ્થિતિ બને છે તો રોકાણકાર સોનામાં રોકાણ વધારી દે છે. તેમને લાગે છે કે સોનાથી તેમને સુરક્ષા મળશે અને તેની કિંમત ઘટશે નહિ. તેના કારણે કોરોનાકાળમાં રોકાણકારોમાં સોનાની માંગ વધી ગઈ હતી. હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને લોકોનું સોના પ્રત્યેનું આકર્ષણ ઘટી રહ્યું છે. આ સિવાય ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવા અને ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. આ કારણે હવે આવનારા ૧-૨ વર્ષોમાં સોનાની કિંમત ન તો વધુ વધશે ન વધુ ઘટશે તે લગભગ સ્થિર જ રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!