શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને આગેવાનોની મધ્યસ્થીથી વેપારીઓ અને મજુરો વચ્ચે સુખદ ઉકેલ

0

જૂનાગઢના દાણાપીઠનાં વેપારીઓ દ્વારા મજુરી પ્રશ્ને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અને જેને લઈને દાણાપીઠમાં વેપારીઓએ પણ બંધ પાળ્યો હતો. દરમ્યાન આ પ્રશ્ને અગ્રણી વેપારી રાજુભાઈ જાેબનપુત્રાની દુકાને આજે એક મિટીંગ યોજવામાં આવી હતી. વેપારી મિત્રો તેમજ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડે.મેયર હિંમાશુભાઈ પંડયા, સંજયભાઈ મણવર તેમજ કોર્પોરેટર અબ્બાશભાઈ કુરેશી, વેપારી મિત્રો મજુરોના પ્રતિનિધીઓ વગેરે વચ્ચે મિટીંગ થઈ હતી.અને બંનેના પ્રશ્નો સાંભળી વેપારીઓ અને મજુરો વચ્ચે કોઈ જાતનો મનદુઃખ ન રહે અને શાંતિપુર્ણ રીતે એકબીજાના વ્યવહારો જળવાઈ રહે તેવા પ્રયત્નો કરાતા આખરે વેપારીઓ અને મજુરો વચ્ચેના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવ્યો હતો અને રાબેતા મુજબ કાર્યવાહી શરૂ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews