મહા શિવરાત્રીનો મેળો આ વર્ષે બંધ રખાયો છે ત્યારે ભવનાથ વિસ્તાર, તળેટીનાં રૂટ ઉપર કોઈને પ્રવેશ નહીં અપાય

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા માટે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા તાજેતરમાં યોજાનાર મહા શિવરાત્રી મેળો રદ કરી, જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ચાલુ સાલે કોરોનાના સક્રમણને ધ્યાને લઈને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા મહા શિવરાત્રી મેળો બંધ રાખવા ર્નિણય કરવામાં આવેલ હોય, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા સ્ટાફ દ્વારા અત્યારથી જ આગોતરૂ આયોજન કરી, મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોઈ, શ્રદ્ધાળુઓને તથા લોકોને મેળામાં આવવા ઉપર પ્રતિબંધ હોઈ, બિન જરૂરી ભીડ ના થાય એ માટે મહા શિવરાત્રી મેળામાં નહીં આવવા માટે અપીલ કરવામાં આવેલ છે. મહા શિવરાત્રી મેળો આ વર્ષે બંધ હોવાથી કોઈને ભવનાથ વિસ્તાર કે તળેટીના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવનાર નથી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા સ્ટાફના હે.કો. રામદેભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ભવનાથ વિસ્તારના સાધુ સંતો સાથે ભવનાથ મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરી, તેઓના પ્રશ્નો સાંભળવામાં આવેલ હતા. આ મિટિંગમાં ઇન્દ્રભારતી બાપુ, મહાદેવગીરી બાપુ, રામગીરી બાપુ, મહાદેવભારતી બાપુ, કિશોરપરી બાપુ, સહિતના આશરે ૫૦ જેટલા સંતો મહંતો પણ હાજર રહેલા હતા. ચાલુ સાલે મહા શિવરાત્રી મેળો રદ્દ કરવામાં આવેલ હોઈ, બહારથી આવતા લોકોને મનાઈ ફરમાવવામા આવેલ હોઈ, સાધુ સંતો દ્વારા પણ લોકોને મેળામાં નહીં આવવા વિનંતી તથા અપીલ કરવામાં આવેલ છે. હાલના સંજાેગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા લોકોના હિતમાં મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોય, જૂનાગઢ પોલીસ દ્વારા અત્યારથી આગોતરૂ આયોજન કરી, લોકોને જાણ કરી, જૂનાગઢ પોલીસ દ્વારા સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!