ઉના : સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતા યુવાને જીવન ટુંકાવ્યું

0

ઉના મામલતદાર કચેરીનાં કમ્પાઉન્ડમાં કામ કરતા પિટિશન રાઈટર અને સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતા મનીષ ગોહિલ નામના યુવકની ચાચકવડ ગામની સરકારી વાવમાંથી લાશ મળી આવી હતી. શિક્ષક સોસાયટીમાં રહેતા અને પરિવારમાં ત્રણ ભાઈ અને બે બહેનોના પરિવારમાં મનીષ ગોહિલ મોટા ભાઈ હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર જીવન ટુંકાવી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આ ઘટનાની જાણ ઉના પોલીસને થતા પોલીસ ઘટના  સ્થળ ઉપર દોડી આવી હતી અને તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews