લોકડાઉન અને કોરોના બાદ લાંબા સમય પછી શરૂ થયેલી રાજકોટ એરપોર્ટને જાેડતી વિમાની સેવામાં ધીરેધીરે સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજકોટથી મુંબઈ, બેંગલુરૂ, દિલ્હી અને હૈદરાબાદની સાત ફલાઈટ આવન-જાવન કરી રહી છે. તથા આગામી એપ્રીલ માસથી મુંબઈ, દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદની વધુ ચાર ફલાઈટ શરૂ જાઈ રહી હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા સવારે ૬ વાગ્યાથી રાત્રે ૮.૧૫ વાગ્યા સુધીનું વિવિધ ફલાઈટનું શેડયુઅલ જાહેર કર્યુ છે. રાજકોટ એરપોર્ટ ઉપર આગામી એપ્રીલ માસથી વિમાનોનો ટ્રાફિકફુલ થઈ જનાર છે અને દિવસ દરમ્યાન ૧૧ જેટલી ફલાઈટની આવજ-જાવનના કારણે આખો દિવસ એરપોર્ટ સતત ધમધમતુ રહેશે. એરપોર્ટ ઓથોરિટીને જાહેર કરેલા વિવિધ ફલાઈટના શેડયુઅલ મુજબ આગામી એપ્રિલ માસથી સવારે ૬.૪૦ કલાકે એરઈન્ડીયાની મુંબઈની ફલાઈટને, સવારે ૭.૪૦ કલાકે સ્પાઈસજેટની દિલ્હીની ફલાઈટને, સવારે ૮.૪૦ કલાકે સ્પાઈસ જેટની મુંબઈની ફલાઈટને તેમજ બપોરે ૧૨.૧૫ કલાકે ઈન્ડીગોની મુંબઈની ફલાઈટને અને બપોરે ૧ વાગ્યે ઈન્ડિગોની દિલ્હીની ફલાઈટને સમય ફાળવવામાં આવેલ છે. જયારે બપોેરે ૪ વાગ્યે ઈન્ડિગોની હૈદરાબાદની ફલાઈટ, સાંજે પાંચ વાગ્યે એસ ઈન્ડીયાની દિલ્હીની ફલાઈટ, સાંજે ૬.૧૫ વાગ્યે એરઈન્ડીયાની મુંબઈની ફલાઈટને, સાંજે ૭.૪૦ કલાકે સ્પાઈસ જેટની મુંબઈની અને સાંજે ૮.૧૫ કલાકે ઈન્ડીગોની બેંગલોરની ફલાઈટને શેડયુઅલ અપાયું છે. આમ રાજકોટ એરપોર્ટ ઉપર આગામી એપ્રીલ માસથી ૧૧ ફલાઈટના સમયપત્રક જાહેર કરી દેવાયા છે. જેમાં દરરોજ મુંબઈની પાંચ ફલાઈટ, દિલ્હીની ત્રણ ફલાઈટ, બેંગલોરની બે અને હૈદરાબાદની બે ફલાઈટનો સમાવેશ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews