કારમી હાર બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે ખેંચતાણ શરૂ થઈ છે. અમિત ચાવડાના રાજીનામાં બાદ હવે ઈન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે માંગ કરી છે. જાે કોંગ્રેસને ગુજરાતમાં ટકી રહેવું હોય તો યુવા નેતાઓને કમાન્ડ સોંપવાની એનએસયુઆઈએ માંગ કરી છે. સાથે હાર્દિક પટેલના નામ અંગે કહ્યું કે, તેમને હજુ પક્ષમાં લાંબો સમય થયો નથી. જેથી હાલ ઈન્દ્રવિજયસિંહને જ પ્રદેશ પ્રમુખ બનાવવા જાેઈએ. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને નેતા વિપક્ષના પદેથી પરેશ ધાનાણીએ રાજીનામાં આપ્યા છે. જેને હાઈકમાન્ડે સ્વીકારી પણ કરી લીધા છે. જાે કે નવા પ્રદેશ પ્રમુખ અંગે હજુ હાઈકમાન્ડે કોઈ વિચારણા કરી નથી. પરંતુ એનએસયુઆઈએ પ્રદેશ પ્રમુખ પદ માટે અત્યારથી જ લોંબિંગ શરૂ કરી દીધું છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમને જે જવાબદારી મળી રહી છે તેમાં તેઓએ પોતાને સાબિત પણ કર્યા છે. કોંગ્રેસ પક્ષને હવે ગુજરાતમાં ટકી રહેવા યુવા તેમજ અનુભવની જરૂર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews