ધોરાજીમાં રોજીંદા જીવનમાં સ્વદેશી વિષય ઉપર પ્રવચન યોજાયું

0

ધોરાજીમાં સ્વ.મનોજભાઈ પારેખની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આદર્શ એજ્યુકેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે રોજિંદા જીવનમાં સ્વદેશી વિષય ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગ સંચાલક સંજીવભાઈ ઓઝાનું પ્રવચન યોજાયું હતું. આ તકે સંજીવભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, સ્વદેશી એટલે માત્ર સ્વદેશી વસ્તુઓની ખરીદી કે વેંચાણથી અણગમો નહીં પરંતુ સ્વદેશી વિચાર દ્વારા સ્વદેશી જીવન પદ્ધતિ. સૌપ્રથમ વખત ૧૯૦૫માં વીર સાવરકરે ઉના ખાતે જાહેરમાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી. ત્યારબાદ ક્રમશઃ બાળ ગંગાધર તિલકથી લઈને અનેક નેતાઓએ સ્વદેશી વિચારધારાને અપનાવી હતી. સ્વદેશીનો મૂળ મંત્ર સ્વરાજ સુધી લઈ જવા માટે આપવામાં આવ્યો હતો.
સ્વદેશીની લડતના સૌ પ્રથમ શહીદસૈયદ બાબુની પ્રેરણાથી સ્વદેશી આંદોલનમાં પ્રાણ ફૂંકાયા હતાં. ડોલરનો ભાવ શા માટે દિનપ્રતિદિન વધતો જાય છે? ડોલરનો ભાવ નક્કી કરવા માટેની ક્ષમતા એટલે કે ભારતમાં વિદેશી વસ્તુઓની આયાત અને સ્વદેશી વસ્તુઓની નિકાસ સરકાર કોઈપણ નીતિ બનાવે. પરંતુ જ્યાં સુધી સાર્વજનિક રીતે સ્વદેશી વિચારોનો સ્વીકારવાની ભાવના સ્થાપિત ન થાય ત્યાં સુધી લોકોનું કલ્યાણ ન થાય. વિદેશમાંથી આવેલા કાપડથી લઇને તમામ વસ્તુઓ સારી અને સ્વદેશની સારી નહીં તે વિચાર ધારાને બદલવાની જરૂરીયાત છે. સંજયભાઈ ઓઝાએ જર્મનીમાં આરએસએસના વિદેશ વિભાગના પ્રચારક તરીકે કામ કરેલ છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. કાર્યક્રમમાં તેમનું સ્વાગત આદર્શ એજ્યુકેશન સોસાયટીના રમેશભાઇ શાહ અને ભારત વિકાસ પરિષદના દલસુખભાઈ વાગડિયાએ કર્યું હતું જયારે પ્રસ્તાવના હિરલબેન પારેખે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કારોબારીએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!