સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરના નિર્માણની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. મંદિરના આસપાસના વિસ્તારમાં વિકાસ કામગીરી તેમજ મંદિર સુધી જવા માટે નવીન પગથિયા બનાવવાનું કામ ચાલુ હોય ચૈત્રી નવરાત્રિમાં માતાજીના ભક્તોને કોઈ અગવડ ન પડે અને માઇભકતો મહાકાળી માતાજીના દર્શન કરી શકે તેના આગોતરા આયોજન માટે તા. ૮-૩-૨૦૨૧ થી તા. ૧૩-૩-૨૦૨૧ સુધી ૬ દિવસ માટે માતાજીના દર્શન માઈભક્તો માટે બંધ રાખવાનો ર્નિણય શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા લેવાયો છે. તા.૧૪-૩ -૨૦૨૧ થી માઇભકતો પાવાગઢ ખાતે માતાજીના દર્શન રાબેતા મુજબ કરી શકશે. ભાવિકો માતાજીના વર્ચ્યુઅલ દર્શન ઓનલાઇન કરવામંદિરની વેબસાઈટ ુુુ.ॅટ્ઠદૃટ્ઠખ્તઙ્ઘરંીદ્બॅઙ્મી.ૈહ ઉપર માતાજીના લાઈવ દર્શનનો લ્હાવો લઈ શકાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews