બોર્ડની પરીક્ષાનું સુચારૂ આયોજન અને સમિક્ષા માટે જૂનાગઢ તથા કેશોદમાં બેઠક યોજાઈ

0

જૂનાગઢની આર.જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર આયોજીત મે-ર૦ર૧માં લેવાનારી ધો.૧૦ અને ૧રનાં પરિક્ષાનાં કેન્દ્રો અને સ્થળ સંચાલકોની તાલીમ, માર્ગદર્શન અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરવા બેઠક યોજાઈ હતી. જયારે કેશોદમાં પટેલ વિદ્યામંદિર ખાતે બોર્ડની પરીક્ષાના સ્થળ સંચાલકોની તાલીમ, માર્ગદર્શન આપવા બેઠક યોજાઈ હતી.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓ, આચાર્યોને સુચના અપાઈ હતી. બેઠકમાં પરીક્ષા અંગે તલસ્પર્શી માહિતી આપી અને બે-બે ઝોનની કામગીરીનું માઈક્રોપ્લાનીંગ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews