ગીર સોમનાથ જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનિયમ હેઠળ ત્રણ સામાજીક આગેવાનો ઉપર પ્રથમ ફરીયાદ નોંધાતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાડામાં સરકારી પડતર સર્વે નં.૨૧૯૩-૧ ની હૈ.૪-૯૪-૬૯ ચો.મી.જમીન ઉપર સુત્રાપાડા ખારવા અને વડીસરી કોળી સમાજના ત્રણ હોદેદારોએ જમીન પચાવી પાડવાના હેતુસર ૩૪ દુકાનોનું ગેરકાયદેસર કોમ્પલેક્ષ ખડકી દઇ તમામ દુકાનો આર્થીક લાભ માટે અન્ય વ્યકિતઓને ગેરકાયદેસર રીતે ભાડે આપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે મામલતદારની તપાસ બાદ અહેવાલ ગીર સોમનાથ જીલ્લા કલેકટરની લેન્ડ ગ્રેબીંગ અધિનિયમની કમીટીમાં રજુ થયેલ જેમાં સર્વાનુમતે ર્નિણય થયા બાદ સુત્રાપાડા મામલતદારે ફરીયાદ નોંધાવતા પોલીસે સુત્રાપાડા ખારવા સમાજના પટેલ, ઘોઘલીયા ખારવા સમાજના પટેલ અને વડીસરી કોળી સમાજના હાલના પટેલ સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુત્રાપાડા પોલીસમાં નોંધાયેલ ગુનાની વિગત મુજબ સુત્રાપાડા શહેરમાં કોઇ સરકારી જમીન ઉપર કબ્જાે કે પચાવી પાડેલ હોય તે અંગે સર્કલ અધિકારી અને સીટી તલાટીએ સર્વે કરેલ હતો. જેના મામલતદારને પાઠવેલ અહેવાલમાં સુત્રાપાડામાં બસ સ્ટેશન વિસ્તારમાં સરકારી પડતર સર્વે નં.૨૧૯-૧-પૈકી ૧ હે.૪-૯૪-૬૯ ચો.મી.ની ઉપર ૬૫ થી ૭૦ દુકાનોનું પાકુ બાંધકામ જાેવા મળેલ હતુ. તે પૈકીની ૩૪ દુકાનો કોમ્પલેક્ષમાં આવેલ હતી. તેના દુકાનદારો પાસેથી જમીન-બાંધકામના આધાર માંગવામાં આવતા કોઇ પ્રકારના આધારો રજુ કરેલ ન હતા. જેથી પંચ રોજકામ કરતા હરેશભાઇ લાલજીભાઇ ગોહિલ (પટેલ-સુત્રાપાડા ખારવા સમાજ) (દુકાનો-૮), સુરેશભાઇ લાલજીભાઇ બારીયા (પટેલ-સુત્રાપાડા ઘોઘલીયા ખારવા સમાજ) (દુકાનો-૧૦), જેન્તીભાઇ જીવાભાઇ ચાવડા (સુત્રાપાડા વડીસરી કોળી સમાજના હાલના પટેલ) (દુકાનો-૪), સુરેશભાઇ લાલજીભાઇ બારીયા (ઘોઘલીયા ખારવા સમાજના પટેલ) (દુકાનો-૧૨) કોમ્પલેક્ષની દુકાનોનું સંચાલન કરતા હતા. તમામ દુકાનો ભાડાથી વાણીજય ઉપયોગ માટે આપી રૂા.૫૦૦ થી ૩ હજાર સુધીનું ભાડુ દુકાનદારો પાસેથી વસુલાત કરતા હોવાનું સામે આવેલ હતું.
ઉપરોકત અહેવાલના આધારે સુત્રાપાડા મામલતદારે
તા.૫-૧-૨૧ થી પ્રાંત અધિકારી વેરાવળને કાર્યવાહી અંગે પત્ર મોકલેલ હતો. જે અહેવાલ તા.૨૧-૧-૨૧ ના રોજ લેન્ડ ગ્રેંબીગ એકટની અમલવારી માટેની રચાયેલી સમિતિની ગીર સોમનાથ જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં ઉપરોકત સુત્રાપાડાનો અહેવાલ રજુ થયેલ હતો. જેમાં ૪ દુકાનોનું સંચાલનકર્તા ઉપર લેન્ડ ગ્રેબીંગના એકટ મુજબ કાર્યવાહી કરવા સર્વાનુમતે નકકી કરી એફ.આઇ.આર. દાખલ કરી આગળની કાર્યવાહી કરવા ર્નિણય લેવાયો હતો. જે અંગે અધિકારી કલેકટરએ તા.૨૬-૨-૨૧ ના રોજ પત્ર લખી સુત્રાપાડા મામલતદારને ફરીયાદ કરવા હુકમ કરેલ હતો. જેના આધારે સુત્રાપાડા મામલતદાર રાજુભાઇ હુણે ફરીયાદ આપતા પોલીસે હરેશભાઇ લાલજીભાઇ ગોહીલ (પટેલ-સુત્રાપાડા ખારવા સમાજ), સુરેશભાઇ લાલજીભાઇ બારીયા (પટેલ-સુત્રાપાડા ઘોઘલીયા ખારવા સમાજ), જેન્તીભાઇ જીવાભાઇ ચાવડા (સુત્રાપાડા વડીસરી કોળી સમાજના હાલના પટેલ) સામે સરકારની પડતર જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ કાયદાના અધિનિયમની કલમ ૩, ૪(૧), ૪(૩), ૫(ઇ) મુજબ ગુનો નોંધાતા ડીવાયએસપી ડી.બી. બાંભણીયાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews