મેંદરડાનાં ખડપીપળી પાસે બે વાહન વચ્ચે અકસ્માત, પિતા-પુત્રને ઈજા

0

મેંદરડાના ખડપીપળી ગામ પાસે બે વાહન વચ્ચે અકસ્માત થતા પિતા-પુત્રને ઈજા પહોંચી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં રાયજીબાગમાં રહેતા મનિષભાઈ પ્રવિણચંદ્ર આચાર્ય અને તેમનો પુત્ર ફોરવ્હીલ ગાડી નં.જીજે-૦૪-બીઆર-૬૮૪૬ને લઈ મેંદરડાનાં ખડપીપળી ગામ પાસેથી પસાર થઈ રહયા હતાં. ત્યારે બોલેરો દુધ વાહન નં.જીજે-૦૪-ડબલ્યુ-૩૩૭૮નાં ચાલકે પોતાના હવાલાનું વાહન બેદરકારીથી ચલાવી મનિષભાઈની ગાડીને ભટકાવી દઈ અકસ્માત સર્જતા મનિષભાઈ અને તેમના પુત્રને ઈજા પહોંચી હતી. આ બનાવમાં મેંદરડા પોલીસે ફરીયાદ નોંધી આગળસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews