માંગરોળ : ફિશીંગ બોટ માલિક સાથે રૂા.પ લાખની છેતરપીંડી, ૩ શખ્સો સામે ફરીયાદ

0

માંગરોળમાં ફિશીંગ બોટનાં માલીક સાથે રૂા.પ લાખની છેતરીપીંડી કરનાર ત્રણ શખ્સો સામે પોલીસે ફરીયાદ નોંધી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ બંદર પંજાબ વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ લક્ષ્મીદાસ કાણકીયાને આરોપી આસીફ ભીખુશા (રહે.અરણેજ- કોડીનાર)એ બોટમાં ફીટ કરવાના એન્જીન સસ્તામાં આપવાનું કહેતા ફરીયાદીએ એન્જીનનો ઓર્ડર આપેલ અને બાદમાં આ કામનાં આરોપીઓએ અગાઉથી કરેલ કાવત્રા મુજબ આસીફ બાનવા ઉર્ફે નવાબ (રહે.સીંગસર- સુત્રાપાડા) એન્જીન દેવા આવે છે એમ કહી માંગરોળ બંદરમાં આવી અર્જુનભાઈને બોલાવી એન્જીન ઉતારવાનું જણાવી અને એન્જીનનો બોલેરો કયાંક ભુલો પડેલ છે તમે પૈસા આપો અમો શોધીને આવીએ છીએ તેમ કહી અર્જુનભાઈ પાસેથી રોકડા રૂા.પ,૦૦,૦૦૦ લઈ જઈ નાસી ગયા હતાં. આ બનાવમાં અર્જુનભાઈએ માંગરોળ મરીન પોલીસમાં આસીફ ભીખુશા, આસીફ બાનવા અને એક અજાણ્યા માણસ વિરૂધ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એસ.આર. સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!