જૂનાગઢમાં ફોરવ્હીલમાં દેશી દારૂની હેરાફેરી, પોલીસની રેઈડમાં શખ્સ ફરાર

0

જૂનાગઢનાં પ્રદીપનાં ખાડીયા વિસ્તારમાંથી પોલીસે ફોરવ્હીલમાં દેશી દારૂની હેરાફેરી થતી હોવાનાં બનાવના આધારે રેઈડ કરી ૩૦૦ લીટર દેશી દારૂ અને ફોરવ્હીલ સહિત કુલ રૂા.બે લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. એ-ડીવીઝનનાં પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ રાણીંગભાઈ સહિતનાં સ્ટાફે બાતમીનાં આધારે પ્રદિપના ખાડીયા બોર્ડીંગવાસ પાસે વોચ ગોઠવી ફોરવ્હીલ ગાડી નં.જીજે-૧ર-એકે-૭૭૩૧ની તલાસી લેતા ૩૦૦ લીટર દેશી દારૂ મળી આવતાં કાર સહિત કુલ રૂા.ર,૦૬,૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે રેઈડ દરમ્યાન આ દારૂની હેરાફેરી કરતો યશરાજ ઉર્ફે કાનો રશ્મીકાંત ઠાકોર (રહે.કડીયાવાડ) હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તેને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews