જૂનાગઢની નરસિંહ સ્કુલ પાસે ફોરવ્હીલ હડફેટે રાહદારીને ગંભીર ઈજા

0

જૂનાગઢનાં નરસિંહ સ્કુલ આગળ રોડ ઉપર એક ફોરવ્હીલ નં.જીજે-૦૩-એચ-૩૪ર૦નાં ચાલકે પોતાના હવાલાનું વાહન ગફલતભરી રીતે માનવ જીંદગી જાેખમાય તે રીતે ચલાવીને અહીંયાથી પસાર થઈ રહેલા રાજેશભાઈ બાબુલાલ પાલા (રહે.ખામધ્રોળ રોડ)ને અડફેટે લઈ ડાબા પગ તથા કોણીનાં ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. અકસ્માત સર્જી ફોરવ્હીલનો ચાલક નાસી ગયો હતો. આ બનાવમાં બી-ડીવીઝન પોલીસે ફોરવ્હીલનાં ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews