જૂનાગઢમાં ખાનગી બેંકનાં કેશીયર અને મેનેજરે રૂા.પ લાખની છેતરપીંડી કરી

0

જૂનાગઢમાં ખાનગી બેંકનાં કેશીયર અને મેનેજર સામે રૂા.પ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ છે. આ બનાવમાં બી-ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં ઝાંઝરડા રોડ કલ્પવૃક્ષ શોપ નં.૯ ગ્રાઉન્ડ ફલોરમાં ઈકવીટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકનું એટીએમ આવેલું છે. આ બેંકનાં અધિકારી હીંમાશુભાઈ મહેન્દ્રભાઈ ભરખડા (રહે.સુરત)એ જૂનાગઢ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભૌતિક જસમતભાઈ દેકીવાડીયા (રહે.જૂનાગઢ) અને ભાવિનભાઈ જેન્તીભાઈ પુરોહિત (રહે.જૂનાગઢ) સામે ફરીયાદ નોંધાવી છે કે, આ બંને આરોપીઓ કેશીયર તથા ઓપરેશન મેનેજર તરીકે બેંકમાં ફરજ બજાવતા હોય જેથી બેંકમાંથી એટીએમમાં નાંખવા માટે રૂા.૭,૬૦,૦૦૦ ઉપાડેલ અને પછી આ ઈકવીટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકનાં એટીએમમાં જમા કરાવેલ અને પોતાના અંગત ઉપયોગ માટે રૂપિયા પાંચ લાખ રાખી લીધેલ અને કેશ બેલેન્સનો રીપોર્ટ બંને આરોપીઓએ જણાવી આમ બેંક સાથે છેતરીપીંડી અને વિશ્વાસઘાત કરી રૂા.પ,૦૦,૦૦૦ લાખની ઉચાપત કરી ગુનો કર્યો છે. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી પીઆઈ આર.બી.સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews