જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ તથા સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા ગોધમપુરમાં મહિલા દિને ૧૧ સર્વજ્ઞાતિય બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા

0

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા લેઉવા પટેલ સમાજના ક્રાંતિકારી સમુહલગ્ન માટે જાણીતા મેંદરડા તાલુકાના દાત્રાણા નજીક ગોધમપુર ગામ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક દિવ્યાંગ સહિત ૧૧ સર્વજ્ઞાતિય બહેનોને આત્મનિર્ભર બનાવવા વિનામુલ્યે સિલાઈ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોધમપુર, દાત્રાણા, ખીમપાદર અને નાગલપુરના બહેનોને દાતાઓના સહયોગથી આગેવાનોના હસ્તે સિલાઈ મશીન અર્પણ કરાયા હતા.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખરા અર્થમાં મહિલા શક્તિને ઉજાગર કરવાના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા મેંદરડા તાલુકાના ગોધમપુરમાં ગત રવિવારે તા.૭ માર્ચના રોજ સર્વજ્ઞાતિય ૧૧ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એક દિવ્યાંગ બહેન મંજુબેન પટોળિયા કે જેઓ બંને પગે ક્ષતિગ્રસ્ત છે તેમના સહિતના બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા હતા. કાર્યક્રમના માર્ગદર્શક અને સમાજ સેવક તથા સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહિલાઓ હકીકતમાં પુરૂષ સમોવડી નહીં પરંતુ પુરૂષો કરતા વધારે શક્તિશાળી છે. આ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા વર્ષોથી સિલાઈ મશીન અર્પણ કરવામાં આવી રહ્યા છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના આ અભિયાનમાં તન-મન-ધનથી સહયોગ આપનાર દરેક નાના-મોટા દાતાઓ તથા કાર્યકરોને તેમણે બિરદાવ્યા હતા. હરસુખભાઈ વઘાસિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાના શિરે પરિવારનું જતન કરવાની ખુબ મોટી જવાબદારી હોય છે. દીકરીના લગ્ન ન થયા હોય ત્યાં સુધી માવતર અને બાદમાં સાસરે જઈને સાસરિયા એમ બે કુળની તારણહાર બને છે. સમાજને મજબૂર નહીં મજબૂત બનાવવા માટે આ સંસ્થા કાર્યરત છે. દરેક બહેનો, પરિવારને મજબૂત બનાવવાનું કામ કરે છે. જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બાબુભાઈ વઘાસિયાએ પોતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, આજે પણ સમાજમાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. ત્યારે મહિલા દિને આ ભેદભાવ મિટાવી દેવા બધા પ્રતિબદ્ધ બને તેવી અપિલ કરી હતી. આ કાર્યક્રમમાં ખીમપાદરના આગેવાનો ગોપાલભાઈ વઘાસિયા, પરબતભાઈ પટોળિયા, યુવા આગેવાનો તેમજ ગોધમપુરના લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનુભાઈ વઘાસિયા, કાળુભાઈ વેકરિયા, રવજીભાઈ વઘાસિયા વગેરેએ હાજર રહીને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બહેનો, યુવા કાર્યકરો અને સમસ્ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. ભેંસાણ તાલુકાના મેંદપરા ગામ ખાતે આગામી તા.૧૪ને રવિવારે સવારે ૯થી ૧ કલાકે બસસ્ટેન્ડ પાસે આવેલી પ્રાથમિક શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આ સંસ્થા દ્વારા કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!