યુથ હોસ્ટેલ જૂનાગઢ યુનિટનાં કાર્યકરોએ ગીરનાર ટુ ગીર સાયકલ રાઈડ કરી

0

રવિવારે રોટરી ક્લબના સાયક્લોફન કાર્યક્રમમાં યુથ હોસ્ટેલ જૂનાગઢ યુનિટના મિત્રોએ જાેડાઇને ગીરનાર ટુ ગીર સાયકલ રાઇડ કરી હતી. સાયકલીંગ, ન્હાવાનું તેમજ દેશી જમણ બધું જ યાદગાર રહ્યું. કુલ ૧૧૦ કિલોમીટર ઇવેન્ટનું આયોજન કરેલ જેમાં ધાર્મી, ધ્યેય, રવિ વામજા, હરેશ પોશીયા, મુળવંત દોશી, ડો.રાબડીયા, ડો.નિતેશ ઉસદડીયા (જેતપુર), ડો. પલકબેન પરમાર (રાજકોટ), જીગર મહેતા અને અભય અંટાળા એમ કુલ દસ લોકોએ આ રાઇડ ઉત્સાહપૂર્વક પુર્ણ કરેલ હતી તેમજ બેક અપ સપોર્ટ માટે કિરીટ ગોસ્વામી કાર લઈને તથા બકુલેશ જાેષી, પરાગ શાહ, સોમ મહેતા તથા સુનિલભાઇ ભટ્ટ બાઇક સાથે તેમની સાથે રહ્યાં હતા. આ રાઇડ સવારે ૬ઃ૦૦ વાગે ભુતનાથ ફાટકથી શરૂ કરી દેવળીયા પાસે આવેલ ફાર્મ હાઉસ ઉપર પહોંચી સ્વીમીંગ પુલમાં ન્હાઇ, જમીને આરામ કરી પરત રાત્રે નવ વાગ્યે ભુતનાથ ફાટકે પુર્ણ થઈ હતી જેમાં તેર વર્ષનાં બાળકથી લઇને બાવન વર્ષનાં વયસ્ક સુધીના તમામે ભાગ લીધો હતો. રોટરી ક્લબ ની જાહેરાત પ્રમાણે કુલ દસ લોકો દ્વારા ૧૦૦૦ કિલોમીટર સાયકલ ચલાવતા ગરીબ દર્દીઓને રૂપિયા ૧૫૦૦/- ની દવા ફ્રીમાં મળશે. અભ્યાસ કરતા બાળકો તેમજ યુવાનોએ આવાં કાર્યક્રમોમાં ખાસ જાેડાવું જાેઇએ. આનાથી આનંદ સાથે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધે છે તેમજ સાહસિકતાના ગુણ ખીલે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews