જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કુલપતિ ડો.વી.પી. ચોવટીયાની પ્રેરણા અને ડો.એચ.એમ. ગાજીપરાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકાના વાલા સીમડી ગામે મહિલા દિવસની ઉજવવણી કરવામાં આવી હતી. જેમાં ૧૧૦ મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો.જી.આર.ગોહિલે જણાવ્યું કે મહિલાઓમાં જે શકિત છે તેને ઉજાગર કરવાનો દિવસ છે. સ્ત્રી એક શકિત છે. આપણી સંસ્કૃતિમાં પણ સ્ત્રીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આજે રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સ્તર પર મહિલાઓનું યોગદાન ઘણું છે. મહિલાઓમાં જે શકિત રહેલી છે તે શકિતને બાળકો, કુટુંબ, સમાજ તથા રાષ્ટ્રીય સ્તર પર વપરાય તે મહત્વનું છે.
ધીમે ધીમે ખેતી શ્રેષ્ઠ થતી જાય છે. બધાને નોકરી મળતી નથી ત્યારે આધુનિક ખેતી દ્વારા સારી ખેતીની આવક મેળવી શકાય છે. સાથે પુરક વ્યવસાયમાં પશુપાલન પણ એટલું જ જરૂરી છે. જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સીટી છે તેનો પૂરે પૂરો લાભ લો અને આધુનિક ખેતી – પશુપાલન કરી કુટુંબની આવક વધારવામાં સહભાગી બનો.
સાથે સાથે બેકરીશાળા દ્વારા પ્રો.એમ.બી.કપોપરાએ પણ બેકરીની જુદી જુદી વાનગીઓ બનાવી બહેનો સામે રજુ કરી હતી. કોવિડ–૧૯માં બહારની વસ્તુઓ ખાવી તેના કરતા ઘરે જ બેકરીની જુદી જુદી વાનગીઓ બનાવી શુદ્ધ –સાત્વિક ફુડ ખાઈ શકાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ડોબરીયા અલ્પેશભાઈ, સંજય વેકરીયા, સાગર શેખડા તેમજ એફપ્રો એ મહત્વનું યોગદાન સામેલ કર્યુ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews