ડો. રીનાબેન ખાણીયાએ રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં કૃતિ રજુ કરી

0

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત માટે રાજ્ય કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ રાજકોટ ખાતે યોજાયો હતો. તેમાં ડો.રીનાબેન વિનુભાઇ ખાણીયાએ ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ મૂલ્યાંકન કસોટીઓની રચના કરી હતી. આ કસોટીઓ એકમ અનુસાર બનાવવામાં આવી હતી, તેમાં વિદ્યાર્થીઓ પોતાનું મૂલ્યાંકન પોતાની રીતે કરી શકે અને પોતે મેળવેલ ગુણ જાણી શકે તેમજ ઓનલાઇન પ્રમાણપત્ર  પણ મેળવી શકે છે. આ કસોટીઓ ગુજરાતનાં તમામ જિલ્લાનાં વિદ્યાર્થીઓ આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ કસોટીઓ ગુજરાતના ૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી. આ ઈનોવેશનમાં ડો. રીનાબેન ખાણીયાએ માઘ્યમિક વિભાગમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન અને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ હતુ, તેમજ રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં પોતાની કૃતિ રજૂ કરી હતી. કેશોદનાં વતની ડૉ. રીનાબેન ખાણીયા પહેલાં સરકારી માધ્યમિક શાળા વેળાકોટમાં ફરજ બજાવતા હતા, અને હાલ તેઓ સરકારી મોડેલ સ્કૂલ દ્વારકામાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!