નળ સે જલ યોજના તળે જૂનાગઢ જિલ્લાના ૨૯ ગામ માટે રૂા.૯ કરોડ મંજુર કરાયા

0

નળ સે જલ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના ૨૯ ગામ માટે રૂા.૯ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારનાં પેયજળ માટે આ નાણાં મંજુર કરવામાં આવ્યા છે.
૨૦૨૨ માં ઘરે-ઘરે નળ કનેક્શન દ્વારા પાણી પહોંચાડવાના રાજ્ય સરકારનાં નિર્ધાર મુજબ જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકાના
૨૯ ગામ માટે રૂા.૯ કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનું વાસ્મોના યુનિટ મેનેજર વી.પી.કારીયાએ જણાવ્યું હતું.
મંજુર થયેલ ગામોમાં મેંદરડા તાલુકાના દાત્રાણા, દેવગઢ, ઝીંઝુડા, અંબાળા અને દેવગઢ, વંથલી તાલુકાના નાના કાજલીયાળા અને સુખપુર, જૂનાગઢ તાલુકાના ખડીયા, વીરપુર, ગલીયાવાડ, વીજાપુર, ખલીલપુર અને મેવાસ ખડીયાનો સમાવેશ થાય છે. માણાવદર તાલુકાના માંડોદરા, લીંબુડા અને પાજાેદ તેમજ માળીયા તાલુકાના દુધાળા, ધ્રાબાવડ, જાનુડી બુધેચા અને ખેરા ગામનો સમાવેશ કરાયો છે. ઉપરાંત વિસાવદર તાલુકાના મોટી મોણપરી, પ્રેમપરા, ભેંસાણ તાલુકાના ખંભાળીયા, ઢોળવા, કેશોદ તાલુકાના ખીરસરા, કેવદ્રા અને બડોદરનો સમાવેશ કરાયો છે. વાસ્મો દ્વારા જે ગામની યોજના મંજુર કરવામાં તે ગામ પીવાના પાણીની વ્યવસ્થામાં સ્વાવલંબી બને તેના ઉપર ભાર મુકવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં વાસ્મો દ્વારા સબંધિત ગામનો પ્રોજેક્ટ મંજુર થયા બાદ ગ્રામ્ય પાણી સમિતિ દ્વારા કામો હાથ ધરવામાં આવે છે. પેયજળના કામ પુરા થયા બાદ તેની સારસંભાળ અને વ્યવસ્થા સબંધિત ગામની ગ્રામ્ય પાણી સમિતિ દ્વારા ઉપાડવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!