જૂનાગઢનાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા અને નાની મોણપરી ગામે તલાટીમંત્રી તરીકે ફરજ બજાવતા ઉર્વીબેન દિપકભાઈ ઠાકર (ઉ.વ.ર૬)એ ગાંડુભાઈ ઉર્ફે ગોરધનભાઈ મંગાભાઈ મકવાણા, રાજેશભાઈ સ/ઓ ગાંડુભાઈ ઉર્ફે ગોરધનભાઈ મંગાભાઈ મકવાણા, રાજેશભાઈના પત્ની (રહે.ત્રણેય નાની મોણપરી, તા.વિસાવદર)વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી તલાટીકમ મંત્રીમાં નોકરી કરતા હોય જેથી આરોપી નં.૧ નાએ મનરેગાના રજીસ્ટરમાં પંચાયત ઓફીસે જ સહી કરવાનું કહેતા ફરીયાદીએ કામ તપાસી તથા સહી કરવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાય જઈ ભુંડી ગાળો બોલી આરોપી નં.ત્રણનાએ ફરીયાદીને ગાલ ઉપર ઝાપટ મારી ખોટી ફરીયાદમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કરી ફરજમાં રૂકાવટ કરી ગુનો કરતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews