જૂનાગઢનાં ધંધાર્થી સાથે રૂા. પ૯ હજારની ઓનલાઈન છેતરપીંડી કરનાર ૧ આરોપીને ઉત્તરાખંડ રાજયના મુડેલી ચૌરાહા ગામેથી દબોચી લેતી પોલીસ

0

જૂનાગઢનાં વણજારી ચોક ખાતે રહેતા અને ઈલેકટ્રીક રીપેરીંગનો વ્યવસાય કરતી એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપીંડી કરી અને
રૂા. પ૯,૦૮૦ની છેતરપીંડી કર્યાની સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં એક આરોપીને જૂનાગઢની પોલીસ ટીમે ઉત્તરાખંડ રાજયનાં મુડેલી ચૌરાહા ગામે જઈ દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવારે જૂનાગઢ રેન્જનાં સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા સુચના આપી હતી. જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશન ખાતે
તા. ર૩-૧ર-ર૦ર૦ના રોજ સુમીતભાઈ કમલેશભાઈ વાડોલીયા (ઉ.વ. ર૬, રહે. રહે. જે.વી.ચોટાઈ કોમ્પ્લેક્ષ, વણજારી ચોક,જૂનાગઢ)એ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવાયું હતું કે, તેણે ફેસબુકમાં ટાટા કેપીટલ પેજમાં લોન આપવાની જાહેરાત વાંચી હતી અને તેને રૂપિયાની જરૂરત હોય ફેસબુક મેસેન્જર દ્વારા લોન લેવા માટે પોતાનો મોબાઈલ નંબર મોકલ્યો હતો. ત્યારબાદ અલગ અલગ નંબરો ઉપરથી અજાણ્યા શખ્સોએ ફોન કરતાં ડોકયુમેન્ટ, ફી વગેરે માટે તેના બેન્ક એકાઉન્ટમાંથી ફરિયાદી પાસેથી કુલ રૂા. પ૯,૦૮૦ ભરાવી ઓનલાઈન છેતરપીંડી કરી હતી.આ ગુનાની તપાસ પીઆઈ કે.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.વી. વાજા, વાયરલેસ પીએસઆઈ એન.એ. જાેષી, એએસઆઈ એસ.કે. સોલંકી અને સ્ટાફે હાથ ધરી હતી. દરમ્યાન આ ગુનાનો આરોપી ઉત્તરાખંડમાં ખતીમાં તાલુકામાં હોવાનું જણાતાં પોલીસની ટીમે છેતરપીંડી આચારનારા આરોપી કપીલકુમાર ઉર્ફે સંતોષ મોહનલાલ સકસેના (જાતે દરજી, ઉ.વ. ૩૦, રહે. મુડેલી ચોરાહા, તા. ખતીમા, જિ. ઉધમસિંહનગર, રાજય ઉત્તરાખંડ, મુળ રહે. દિલ્હી)ની અટક કરી તપાસ હાથ ધરી છે. તપાસ દરમ્યાન આઈસીઆસીઆઈ બેન્કમાંથી રૂા. ૧,૩૪,૧ર,૮૩૯, પંજાબ નેશનલ બેન્કમાં અંદાજીત રૂા. પ૦ લાખ, ઈન્ડસ ઈન્ડ બેન્કમાં અંદાજીત રૂા. ૧ કરોડ ૩પ લાખ જેટલું ટ્રાન્ઝેકશન થયાનું જણાયું છે. તપાસમાં અલગ અગ બેન્કના એકાઉન્ટ આવા જ પ્રકારનાં ફ્રોડ હોવાનું જણાયેલ છે અને આરોપીએ ગુનો કરતી વખતે ૧૦ મોબાઈલનો ઉપયોગ કરેલ છે પરંતુ હાલ તે મોબાઈલ નંબર યાદ નહીં હોવાની કબુલાત આપી છે. આ ગુનો ડીટેકટ કરવામાં રીડર પીઆઈ કે.કે.ઝાલા, પીઆઈ આર.વી.વાજા, વાયરેલેસ પીઆઈ કે.કે. હાંસલીયા, પીએસઆઈ એસ.જી.ચાવડા, પી.જે. રામાણી, એચ.એન.ચુડાસમા, વાયરલેસ પીએસઆઈ એન.એ.જાેષી વી.એમ.જાેટાણીયા, એ.બી.નંદાણીયા, એએસઆઈ એસ.કે.સોલંકી,,અને સ્ટાફના જે.પી.મેતા, દિપકભાઈ લાડવા, પિયુષભાઈ ચાવડા, કિરણભાઈ કરમટા, મયુરભાઈ અગ્રાવત, રમેશભાઈ શિંગરખીયા, અરવિંદભાઈ સોલંકી, મહેશભાઈ સદોંદરવા, સુરેશભાઈ નકુમ, અરવિંદભાઈ વાવૈયા, નરેશભાઈ ચુડાસમાએ કામગીરી બજાવી હતી

error: Content is protected !!