જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા વર્કશોપ યોજાયો, સ્વાસ્થ્ય અને કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું

0

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બેટી બચાઓ,બેટી પઢાઓ યોજના અંતર્ગત મહિલા વર્કશોપનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને સ્વાસ્થય અને કાયદાઓ અંગે માર્ગદર્શન અપાવામાં આવ્યું હતું.
બેટી બચાઓ,બેટી પઢાઓ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને દીનદયાળ અંત્યોદય યોજના તેમજ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમનાં સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ ખાતે મહિલા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મહિલાલક્ષી વિવિધ વિષયો દ્વારા માહિતગાર કરાયા હતા. તેમજ મોટીવેશનલ સ્પીકર પીએસઆઈ આંબલીયા દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત કરાયા હતા. અને આભાબહેન દ્વારા સ્વાસ્થય અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સજીવ ખેતી મહિલા મંડળ દ્વારા સ્વરોજગાર ટ્રેનીંગ નાબાર્ડ યોજના અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા મહિલાઓને કાયદા તેમજ મહિલાલક્ષી જાેગવાઇઓ અંગે માહિતગાર કરાયા હતા. ઉપરાંત જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાના ગુંદાળા ગામ ખાતે ૮ માર્ચે મા-દીકરી સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સમાજમાં દીકરીના સ્થાન અને મહત્વ વિશે સમજાવતા દીકરી શિક્ષણને પ્રાધાન્ય અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews