જૂનાગઢ તાલુકાનાં આંબલીયા ગામે લગ્નનું ખોટુ નાટક કરી નાણાં ખંખેર્યા, છેતરપીંડીની ફરીયાદ

0

જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના સતીષભાઈ સવજીભાઈ પટોળીયા (ઉ.વ.૩૩)એ ભગવતી, ભગવતીની મમ્મી ધનુબેન, ભગવતીના કાકા મુન્નાભાઈ ઉર્ફે અનીરૂધ્ધસિંહ ગોહીલ રહે.ત્રણેય અમદાવાદ છારાનગર, ભરતભાઈ મહેતા રાજગોર, ભરતભાઈની પત્ની અરૂણાબેન (રહે. બંને જૂનાગઢ જાેષીપરા) વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂપિયા પડાવી લેવા માટે પુર્વ આયોજીત કાવત્રુ રચી આરોપી ધનુબેન તથા મુન્નાભાઈ ઉર્ફે અનીરૂધ્ધસિંહ ગોહીલ તથા ભરતભાઈ મહેતા રાજગોર તથા અરૂણાબેનએ ફરીયાદીને વિશ્વાસસમાં લઈ ફરીયાદીને લગ્નની લાલચ આપી ફરીયાદી સાથે લગ્નનું ખોટુ નાટક કરી આરોપી ભગવતીના લગ્ન ફરીયાદી સાથે કરાવી ફરીયાદીના રોકડા રૂા.ર,૭પ,૦૦૦/- તથા મોબાઈલ ફોન-૧ કિ.રૂા.૭૦૦૦/- તથા લગ્ન વખતે ચડાવેલ સોનાની બુટી જાેડી-૧ તથા ચાંદીના સાંકળા જાેડી-૧ તથા નાકનો દાણો-૧ ઓળવી જઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતા પોલીેસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews