ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયું

0

જૂનાગઢ ભવનાથ ખાતે ચાલું સાલે કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળો બંધ રાખવા ર્નિણય કરવામાં આવેલ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, સાથે સાથે પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરવા પણ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રી બંદોબસ્ત ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફના હે.કો.રામદેભાઈ, ભીમાભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન ભવનાથ વિસ્તારમાં વસતા શ્રમિકો અને તેઓના નાના ભૂલકાઓને કોરોના વાયરસનું સંક્રમણ ના થાય એ હેતુથી મફતમાં માસ્ક વિતરણ કરી, માસ્ક પહેરાવવા કાર્યવાહી કરવામાં આવેલ હતી.
ઉપરાંત મર્યાદિત સંખ્યામાં આવતા, જુદા જુદા આશ્રમના સેવકો, સાધુઓ તેમજ વાહન ચાલકોને પણ હાલના કોરોના વાયરસના સંક્રમણના સમયમાં લોકોમાં જાગૃતિ ફેલાવવા મફતમાં માસ્ક પહેરાવી, માસ્ક પહેરવા હિમાયત કરવામાં આવેલ હતી. આમ, જૂનાગઢ દ્વારા મહા શિવરાત્રી મેળામા લોકોને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા માનવતા ભરી તથા સહિષ્ણુતા દાખવી, લોક ઉપયોગી કાર્યવાહી કરી, ભવનાથ ખાતે વસતા મજૂરો, શ્રમિકો અને રોડ ઉપર રમતા તેઓના બાળકોને મફતમાં માસ્ક પહોંચાડવા તેમજ પહેરાવવા વ્યવસ્થા કરી, માનવતાનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ હતું. હાલના સંજાેગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા લોકોના હિતમાં મહાશિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોય, જૂનાગઢ પોલીસ દ્વારા મજૂર લોકોને ભવનાથ વિસ્તારમાં માસ્ક પહેરાવી, મફતમાં માસ્ક વિતરણ કરી, સેવા સાથે સૂરક્ષાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, જૂનાગઢ પોલીસ દ્વારા સકારાત્મક કાર્યવાહી કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews