તાજેતરમાં રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ પક્ષ દ્વારા કોવિડના નિયમોનો સરેઆમ ઉલળ્યો થયો હોવાનું જાેવા મળ્યું હતું. ત્યારે કદાચ કોરોનાએ ફરી માથું ઉચકતા રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. જેના કારણે સરકાર તથા તંત્ર ફરી હરકતમાં આવ્યું હોય અને ધાર્મિક ઉત્સવો અને કાર્યક્રમો ઉપર નિયમોનો દંડો ઉગામયો છે. ત્યારે દ્વારકાધીશ જગતમંદિર ખાતે ઉજવાતો ફુલડોલ ઉત્સવમાં ભાવિકોને દર્શન કરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવતા દર્શનાર્થીઓ તેમજ સ્થાનિક સંસ્થાઓ અને વેપારીઓમાં રોષ પ્રગટતા તંત્રને આવેદન પાઠવ્યું છે. હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન દ્વારકા ખાતે જગતમંદિરમાં ત્રણ દિવસ ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં લાખો ભાવિકો દ્વારકા ખાતે આવતા હોય છે. જેમાં અન્ય રાજ્યોમાંથી પગપાળા કરીને આવતા હોય છે. પરંતુ કોરોનોએ ફરી માથું ઉચકતા કેસોમાં વધારો થવા લાગતા તંત્ર અને સરકાર ફરી હરકતમાં આવી ગઈ છે અને કોવિડના નિયમોનું ભૂત ધુણવા લાગતા ધાર્મિક ઉત્સવો અને તહેવારો ઉપર નિયમોની પાબંદી શરૂ કરી દેતા લોકોમાં દેકારો થવા લાગ્યો છે. જેને લઈ દ્વારકા ખાતે આવેલ જગતમંદિરમાં પણ ઉજવવામાં આવતો ફુલડોલ ઉત્સવ પણ બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત કરવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને સંસ્થાઓમાં ઉગ્ર રોષ જાેવા મળી રહ્યો છે. કારણ કે દ્વારકાના ફુલડોલ ઉત્સવમાં દર વર્ષે લાખો યાત્રિકો ઊમટતા હોય છે જેના કારણે ખાસ કરીને પ્રસાદના વેપારીઓ તેમજ હોટલ-ગેસ્ટ હાઉસ અને ધર્મશાળા સહિતના વેપારીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. આ ઉપરાંત ચા-પાન તેમજ નાસ્તા વાળાઓ સહિતના નાના-મોટા વેપારીઓ મુસીબતમાં મુકાઈ ગયા છે. ત્યારે આગામી તા.૨૭ થી ૨૯ એમ ત્રણ દિવસ જગતમંદિરમાં દર્શન બંધ રાખવાના ર્નિણયથી રોષે ભરાયેલ સ્થાનિક લોકો, સંસ્થાઓ તેમજ હોટલ એસો. દ્વારા આ ર્નિણયમાં ફેરફાર કરી યોગ્ય વિચારણા કરવા તંત્રને આવેદન પાઠવ્યું છે. જાે કે દ્વારકા જગતમંદિર દેવસ્થાન સમિતિએ પણ આ બાબતે અંગત રસ લઈ યોગ્ય કરવું જાેઈએ તેવી સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews