જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનાં અધિકારીઓની ઉમદા ફરજને પગલે શિવરાત્રીનો મેળો બન્યો સુખમય

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મેળો શાંતિપૂર્ણ રીતે વિનાવિધ્ને અને સુખરૂપ રીતે સંપન્ન થયો છે. ત્યારે ભવનાથ શિવરાત્રીના આ મેળાને સુખરૂપ બનાવવા માટેનાં પ્રયાસોમાં જૂનાગઢ જીલ્લા વહિવટીતંત્ર, જીલ્લા પોલીસતંત્ર, આમ જનતા, સાધુ-સંતો અને વરિષ્ઠ સંતોએ પણ સંપુર્ણ સહયોગ સાથે ભાગ લઈ આ મેળાને લોકભોગ્ય બનાવ્યો છે. દેવના કામ દેવ કરે તે મુજબ લોકોની ધાર્મિક લાગણી વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા જળવાઈ રહે અને શિવરાત્રીનો મેળો ભકિતભાવ પુર્વક અને શાંતિભર્યા માહોલમાં યોજાય અને આ મેળો સુખમય બને તેવા તમામ સહીયારા પ્રયાસોને તેમજ ઈલેકટ્રોનિક મિડીયા, પ્રિન્ટ મિડીયા, સોશ્યલ મિડીયાની કામગીરીને પણ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર પણ બીરદાવે છે. અને કેવી પરિસ્થિતિ વચ્ચે આ મેળો સંપન્ન થયો છે તે અંગે પણ આજનાં આ અખબારમાં અહેવાલ પ્રસિધ્ધ કરી અને જૂનાગઢ વહીવટી તંત્રની કામગીરીને પણ બીરદાવવાનો નમ્ર પ્રયાસ છે.
છેલ્લા એક વર્ષ થયા સમગ્ર દેશમાં અને વિશ્વમાં કોરોનાનું સંકટકાળ ચાલી રહયું છે. આવા સંજાેગોમાં જૂનાગઢ ખાતે શિવરાત્રીનો મેળો યોજવો તો કેવી રીતે યોજવો અને કેવા પ્રકારનું આયોજન કરવું અવઢવ પ્રર્વતી હતી. આ દરમ્યાન સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ધાર્મિક પરંપરાને જીવંત રાખવા અને મેળાની પરંપરા જળવાઈ અને આ વર્ષે કોરોનાનાં સંકટ વચ્ચે મેળો ફકત સંતો દ્વારા જ યોજાય અને જાહેર જનતાને પ્રતિબંધ પ્રવેશ જેવો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયમાં થોડો સમય અવઢવ રહી પરંતુ છેલ્લે ઘી ના ઠામમાં ઘી પડી ગયું અને વહીવટી તંત્ર, પોલીસ તંત્રની અપીલ તેમજ ગિરનાર ક્ષેત્રનાં વરિષ્ઠો સંતો સાથેની વાટાઘાટ , સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ મેળો યોજાય તેવો નિર્ણય સર્વાનુમતે જાહેર થયો અને ૭મી માર્ચ રવિવારનાં દિવસે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભાવિકોને આમ જનતાને પ્રવેશ અપાયો ન હતો અને તેઓને ઘરે બેસીને ટીવીના માધ્યમથી મેળો નિહાળવા અપીલ કરવામાં આવી હતી. જરૂર પુરતા લોકોને કે જે સરકારી તંત્ર, તેમજ જુદા-જુદા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રવેશ અપાયો હતો. તેમજ સેવાની જરૂરીયાત વાળા સેવાભાવીઓને પ્રવેશ અપાયો હતો. જૂનાગઢ પોલીસ, જૂનાગઢ જીલ્લા વહિવટીતંત્ર, જીલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ, કોર્પોરેશન તંત્ર, વન વિભાગ, જીઈબી તેમજ અન્ય વિભાગોની પણ સુંદર સેવા રહી છે. શિવરાત્રી મેળાના એક પછી એક દિવસો ઝડપથી પુર્ણ થવા લાગ્યા અને ધાર્મિક સ્થળો ઉપર પ્રસાદ- ભોજન, સંતવાણી, ભંડારો જેવા કાર્યક્રમો થયાં અને ગત ગુરૂવારે શિવરાત્રીના પાવનકારી પર્વે પરંપરાગત રીતે યોજાતું રવાડી સરઘસ, સંતોનું મૃગીકુંડમાં સ્નાન અને ત્યારબાદ ભવનાથ મહાદેવે મહાપુજા સાથે શિવરાત્રી મેળો શાંતિપુર્ણ રીતે અને નિરવિઘ્ને અને શાંતિપુર્ણ રીતે સંપન્ન થયો હતો. શિવરાત્રીનો મેળો શાંતિપુર્ણ રીતે સંપન્ન થવા બદલ રાત-દિવસ જાેયા વિના ઉમદા ફરજ બજાવનારા તમામ અભિનંદનને પાત્ર બન્યા છે. અને તે સહુને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર બિરદાવે છે.
જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ શિવરાત્રી મેળાનું સુંદર સંકલન થયું
જૂનાગઢ જીલ્લાનાં નવયુવાન કલેકટર ડો.સૌરભ પારઘીને આ વર્ષે ખુબજ મોટી જવાબદારી નિભાવવાની થતી હતી. ખાસ કરીને કોરોના કાળ દરમ્યાન એક તરફ શિવરાત્રી મેળો યોજવાનો હતો. તો બીજી તરફ આમજનતાની લાગણી, સરકારશ્રીની ગાઈડ લાઈન અને સંતોની ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે તમામ બાબતે યોગ્ય નિર્ણય કરી અને આ મેળા દરમ્યાન જવાબદારી અદા કરવાની હતી. પરંતુ આ તમામ કાર્યોમાં જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીએ દાખવેલી મકકમતા અને તકેદારી અને સાવેચેતીની બાબત લઈ આજે શિવરાત્રીનો મેળો શાંતિપુર્ણ રીતે સંપન્ન થયો છે. તે આનંદની વાત છે.
જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રની ઉમદા કામગીરી
શિવરાત્રી મેળાને અનુલક્ષીને જૂનાગઢ ખાતે રેન્જ ડીઆજી મનિન્દરસીંગ પ્રતાપસિંગ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. આ ત્રણેય વરિષ્ઠ અધિકારીઓના સંપુર્ણ નિર્દેશન હેઠળ સમગ્ર મેળા વિસ્તારમાં કોઈ જાતની વિવાદ, કોઈ જાતની ગેરવ્યવસ્થા ન સર્જાય તે માટેની પુરેપુરી તકેદારી રાખવામાં આવી હતી. મેળાનાં આ દિવસો દરમ્યાન સતતને સતત શાંતિપુર્ણ માહોલ બની રહે તેમજ કદાચ કોઈથી ભુલ થઈ હોય તો તેઓને સમજાવટ કરી અને લેટ ગો કરવાની ભાવના સાથે ફરજ બજાવી હતી. જરૂર પડયે પ્રેમથી અને જરૂર પડયે મકકમતાથી મેળાની ગરીમાને જળવાય રહે અને કોઈ આચ ન આવે તેવી કામગીરી આ અધિકારીઓએ દાખવી હતી.
વહિવટી તંત્ર, પોલીસ તંત્રની કામગીરીને બીરદાવાઈ
જૂનાગઢ ભારતી આશ્રમના સંસ્થાપક અને શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહમંડલેશ્વર પુ.વિશ્વંભર ભારતીજી મહારાજે જણાવ્યું હતું કે મેળા પરંપરા જાળવવા માટે માત્ર સાધુ સંતો પુરતો સીમીત હતો. ત્યારે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને જૂનાગઢ રેન્જનાાં ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજ વાસમ શેટીનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ. જેના પગલે મેળો શાંતિપુર્ણ રીતે સંપન્ન થયો હતો અને જૂનાગઢ પ્રશાસન દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા અંતિમ દિવસે લોકોને મેળામાં આવવા માટે થોડી ઘણી છુટછાટ અપાતા લોકમેળા જેવુંજ વાતાવરણ ઉભુ થયુ હતુ અને વહિવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ ટીમવર્ક સાથે ખુબ સારી સેવા કરી તે બદલ હું વહિવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ, કર્મચારી અને પ્રશાસનનો હૃદયપુર્વક આભાર માનુ છું તેમ અંતમાં જણાવ્યું હતું. જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે પ્રશાસન દ્વાર આ મહાશિવરાત્રી મેળામાં સુંદર વ્યવસ્થા આયોજન કરાયું હતું. જેના કારણે લોકમેળા જેવું વાતાવરણ ઉભુ થયું હતું. જેને લઈને હું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો ખુબ-ખુબ આભાર માનુ છું. જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારને મેળામાં ખાસ હાજર રહી એસપી રવિતેજા વાસમ શેટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર મેળા દરમ્યાન મેળા બંદોબસ્તનું ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પડાવ નાંખી સતત ર૪ કલાક લાયઝન કરી અને મેળા બંદોબસ્તની કમાન જૂનાગઢના ફરજ નિષ્ઠ અને લોકપ્રિય એવા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ સંભાળી કોઈપણ પ્રકારની તકલીફ સાધુ સંતોને અને ભાવિકોને ન પડે તે માટે સતત કાળજી લીધી હતી. આવા ઝાંબાજ અધિકારીઓની કુનેહથી આ મેળો નિવિઘ્ને સંપન્ન થતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો આભાર વ્યકત કરૂં છું. પુ.ભારતીબપુ તથા મેયર ધીરૂભાઈ ગોહેલ, વહિવટી તંત્ર અને પોલીસ વિભાગની સાથે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાનો આભાર વ્યકત કરી મિડીયા કર્મીઓની કામગીરી બીરદાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!